Strait of Hormuz Crisis:સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ ઈરાનની મોટી જાહેરાત, ટૂંક સમયમાં બંધ થશે માર્ગ, ઓઈલ સપ્લાઈ અંગે ચિંતા વધી

Strait of Hormuz Crisis:ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરના સલાહકારે બુધવારે જણાવ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં રહેલા કેટલાક એવા ટ્રાન્ઝીટ રુટ ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે કે જેને ઈરાન ગેરકાયદેસર માને છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 07 Oct 2026 09:11 PM (IST)Updated: Wed, 07 Oct 2026 09:11 PM (IST)
big-announcement-by-iran-regarding-strait-of-hormuz-route-is-set-to-close-soon-for-crude-oil

Strait of Hormuz Crisis:ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરના સલાહકારે બુધવારે જણાવ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં રહેલા કેટલાક એવા ટ્રાન્ઝીટ રુટ ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે કે જેને ઈરાન ગેરકાયદેસર માને છે. કારણ કે આ રુટ્સનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે હજું પણ ક્રુડ ઓઈલનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના તે દક્ષિણી માર્ગ અંગે સંકેત આપ્યા છે કે જે ઓમાન તટની નજીકથી પસાર થાય છે. આ માર્ગોને કેટલાક ખડકોને તોડીને અથવા તેને નુકસાન પહોંચાડીને તૈયાર કરવામાં આવેલો છે.

નાના જહાજોથી ઓઈલનું પરિવહન થાય છે

આ સાથે ઈરાને દાવો કર્યો છે કે આ માર્ગોનો ઉપયોગ નાના જહાજો મારફતે ઓઈલની તસ્કરી કરવા અને ત્યારબાદ તેને એક મોટા ટેન્કરોમાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ઈરાન તરફથી આ નિવેદન એવા સમયે આપવામાં આવ્યું છે કે જ્યારે ઓઈલની નિકાસને લઈ વિવિધ આંકડા સામે આવી રહ્યા છે. આ સાથે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાનની દ્રષ્ટિએ બંધ છે અને ઈરાની સુરક્ષા દળોનો તેના પર સંપૂર્ણપણે અંકુશ છે. આ સ્થિતિ ત્યા સુધી યથાવત રહેશે કે જ્યા સુધી ઈરાનની માંગો પૂરી કરવામાં ન આવે.

સપ્ટેમ્બરમાં ક્રુડ ઓઈલની શું સ્થિતિ રહી

કેપ્લરના પ્રાથમિક અહેવાલ પ્રમાણે 30 સપ્ટેમ્બરના રોજ આ સેક્ટરમાં ક્રુડ ઓઈલની નિકાસ સાત દિવસના મૂવિંગ એવરેજ 1.83 કરોડ બેરલ પ્રતિ દિવસ હતું. સપ્ટેમ્બરમાં 14 દિવસ સુધી આ પ્રમાણ યુદ્ધ અગાઉના લેવલ સુધી રહ્યું છે. તેમાં હોર્મુઝના માર્ગે મોકલવામાં આવેલ ખાડીમાંથી ઓઈલ, લાલ સાગર મારફતે મોકલવામાં આવેલ ઓઈલ અને ઓમાનની ખાડીમાં ટર્મિનલ તથા જહાજથી ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે.