China Gold Game:સોના અને ચાંદીની કિંમતોમાં જે ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે વિશ્વભરના ગોલ્ડ રોકાણકારોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળે છે. કારણ કે ચીન દરેક મોરચે વિશ્વના રોકાણકારોને પ્રભાવિત કરી રહ્યું છે. ચીને માર્ચ 2024 બાદ જૂનમાં સૌથી વધારે પ્રમાણમાં સોનાની ખરીદી કરી હતી.
આ સમયમાં વૈશ્વિક સ્તર પર સોના અને ચાંદીની કિંમતોમાં ભારે અફરા-તફરીનો માહોલ છે. આ સંજોગોમાં ચીનથી આવેલી માહિતીથી એક ગોલ્ડ પ્રેમિયોમાં સોનાની ખરીદીની ઈચ્છા પેદા કરે છે.
ઘટાડા વચ્ચે સોનાની માંગ મજબૂત રહી છે અને આશરે 173 ટન સોનાની ચીન દ્વારા ખરીદી થઈ છે. એટલે કે કિલો હિસાબીથી તે આશરે 1,73,00 કિલો સોનું છે. ચીનની સોનાની આયાત બે વર્ષમાં સૌથી વધારે રહી છે. આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ભારે ઘટાડા બાદ દુનિયાના સૌથી મોટા બુલિયન માર્કેટમાં સોનાની માંગ મજબૂત છે.
વિશ્લેશકોએ શું કહ્યું
જિનરુઈફ્યુચર્સ કંપનીના એનાલિસ્ટ જિજિયે વુએ કહ્યું કે તાજેતરમાં વધેલી માંગની એક મહત્વનું કારણ રોકાણકારોના બાઈંગ ધ ડિપ (કિંમત ઘટાડા પર ખરીદી) છે. કોમર્શિયલ બેંકોને રિટેલ બુલિયન વેચાણ અને ગોલ્ડ એક્યુમુલેશન પ્લાન માટે ફિઝીકલ ગોલ્ડનો સ્ટોક બનાવી રાખવાની જરૂર છે. આ સાથે જ માંગ વધવાની સ્થિતિ માટે કેટલીક સેફ્ટી રિઝર્વ પણ રાખવામાં આવી રહી છે.
શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જના આંકડા પ્રમાણે બુલિયન-બેક્ડ એક્સચેન્જ ટ્રે઼ડેડ ફંડમાં પણ આ વર્ષે આશરે 28 ટન નેટ ઈનફ્લો જોઈ શકાય છે.
