Coffee Day: કોફી ડે નાદારીની પ્રક્રિયાથી બચી ન શકી! NCLT તરફથી નાદારીની કાર્યવાહી માટે મળી મંજૂરી, હવે શેરધારકો શું કરશે તે અંગે મોટો પ્રશ્ન

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 11 Aug 2024 09:46 PM (IST)Updated: Sun, 11 Aug 2024 09:46 PM (IST)
coffee-day-could-not-be-saved-nclt-approves-bankruptcy-proceedings-what-should-shareholders-do-now

Coffee Day:અનેક પ્રયત્નો કરવા છતાં કોફી ડે (Coffee Day)ને નાદારીની પ્રક્રિયાથી બચાવી શકાઈ નથી. છેવટે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (NCLT)ને નાદારીની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે NCLTએ કોફી ડે ગ્રુપની મૂળ કંપની કોફી ડે એન્ટરપ્રાઈસિસ લિમિટેડ (CDEL)ની સામે બેન્કરપ્સીની કાર્યવાહી શરૂ કરવા માટે આદેશ આપ્યો છે. કોફી ડે ગ્રુપ કોફી હાઉસની કેફે કોફી ડે સિરીઝનું સંચાલન કરે છે.

NCLTની બેંગ્લુરુ ખંડપીઠે ગત 8 ઓગસ્ટના રોજ IDBI ટ્રસ્ટીશિપ સર્વિસિસ લિમિટેડ (IDBI TSL) દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી સ્વીકારી હતી. અરજીમાં રૂપિયા 228.45 કરોડના ચૂક અંગેનો દાવો કરવામાં આવ્યો હતો અને દેવામાં ડૂબેલી ગયેલી કંપનીના સંચાલનની દેખરેખ માટે એક ઈન્ટરીમ રિસોલ્યુશન પ્રોફેશર (Interim Resolution Professional)ની નિમણૂંક કરી હતી. હવે મોટો પ્રશ્ન એ છે કે કંપનીના શેરોમાં રોકાણકારોનું શું થશે.ગત શુક્રવારે કંપનીના શેરની કિંમત લોઅર સર્કિટ સાથે રૂપિયા 47 પર બંધ થયો હતો. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ અંગે હજુ કંઈ પણ કહેવું ઉતાવળભર્યું ગણાશે.

માલિકે નદીમાં કૂદી આત્મહત્યા કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે કેફે કોફી ડે કે જેને ઘણા લોકો CCD નામથી ઓળખે છે. આ કંપનીની સ્થાપના વર્ષ 1996માં વીજી સિદ્ધાર્થ દ્વારા કરવામાં આવી હતી. શેરબજારમાં નોકરી કરનાર વીજી સિદ્ધાર્થે સૌથી પહેલા કોફીનો બગીચો ખરીદ્યો હતો. શેરબજારમાં ખૂબ જ કમાણી બાદ તેમણે કોફી ડે ગ્લોબલ લિમિટેડ નામની કંપનીની શરૂઆત કરી હતી.

11 જુલાઈ 1996ના રોજ તેમણે કેફે કોફી ડેનો પહેલો આઉટલેટ શરૂ કર્યો હતો. કંપનીએ ત્યારબાદ ખૂબ જ સારી પ્રગતિ પણ કરી હતી. પણ વર્ષ 2017 આવતા-આવતા સ્થિતિ બગડી ગઈ હતી. આવક વેરા વિભાગે રૂપિયા 700 કરોડની કર ચોરીની નોટિસ મળી હતી. એક બાજુ ભારે દેવું અને બીજી બાજુ આવક વેરા વિભાગના દબાણ વચ્ચે કંપનીના માલિક વીજી સિદ્ધાર્થે વર્ષ 2019માં નેત્રાવદી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.