Anil Ambani News:અગ્રણી ઉદ્યોગપતિ અનિલ અંબાણી માટે વધુ એક માઠા સમાચાર છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ દેવામાં ડૂબેલી રિલાયન્સ કોમ્યુનિકેશન્સની સહાયક કંપની રિલાયન્સ રિયલ્ટી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને નકારી દીધી છે.જેમાં ઈન્ડિપેન્ડેટ ટીવીથી ટીવીથી ભાડું અને સંપત્તિની વસૂલાતની માંગ કરવામાં આવી હતી.
NCLATના બે સભ્યની બનેલી ખંડપીઠે NCLTની મુંબઈ ખંડપીઠ દ્વારા પસાર કરવામાં આવેલ અગાઉના આદેશને યથાવત ઠરાવ્યો હતો, જેમાં રિલાયન્સ રિયલ્ટીની અરજીને નકારી દેવામાં આવી હતી. ટ્રાઈબ્યુનલે કહ્યું કે ઈન્ડિપેન્ડેન્ટ TV (જેને અગાઉ રિલાયન્સ બિગ TVના નામથી ઓળખવામાં આવતા હતા)નું લિક્વિડેશન પ્રોસેસ સમયબદ્ધ રીતે અને ઓછા સમયમાં જળવાઈ રહેવા જોઈએ.
NCLTએ વધુ શું કહ્યું
ખંડપીઠે આ સાથે એમ પણ કહ્યું કે આ પ્રક્રિયાને અપીલકર્તા (રિલાયન્સ રિયલ્ટી) દ્વારા અવરોધિત કરવી જોઈએ નહીં, જેણે કોઈ નક્કર કારણ ભાડાપટ્ટે આપવામાં આવેલ પરિસરમાં સ્થિત એસેટ્સની માલિકીના મુદ્દાને ક્યારે રજૂ કર્યો નથી.
NCLATનું કહેવું છે કે અમને તે આદેશમાં કોઈ જ ખામી કે અભાવ જોવા મળ્યો નથી કે જેમાં લિક્વિડેટરને પટ્ટા પર આપવામાં આવેલ પરિસરમાં રહેલ કોર્પોરેટ દેવાદારની તમામ અસ્થાઈ મિલકતોને હટાવવા મંજૂરી આપવામાં આવી છે અને અપીલકર્તાને લિક્વિડેટર તથા સફળ બિડરને આ મિલકતો સુધી પહોંચવાથી અટકાવવામાં આવેલ છે.
NCLTનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નવી મુંબઈમાં ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી,પાલી હિલ (જે અંબાણી પરિવારનું નિવાસસ્થાન માનવામાં આવે છે) અને નવી દિલ્હીમાં રિલાયન્સ સેન્ટર તથા અન્ય ઘણી મિલકતોને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ દ્વારા એકત્ર કરાયેલા જાહેર ભંડોળના કથિત ડાયવર્ઝન અને લોન્ડરિંગ સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં કામચલાઉ રીતે જપ્ત કરાયેલ છે.
