અમદાવાદ.
ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ ખરીદવાથી લોકો હજુ થોડા અચકાઈ રહ્યા છે, કારણ કે ભારતમાં ઈવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉણપ છે. આ સમસ્યાને ધ્યાને રાખીને ભારત સરકાર ઈવી માટે બેટરી સ્વેપિંગ પોલિસી લાગું કરવાની છે, જે પછી ઈવી માલિકોને ખુબ ફાયદો થશે. તો આવો જાણીએ શું છે બેટરી સ્વેપિંગ પોલિસી અને તે લાગું થયા બાદ તમને શું લાભ થશે.
બેટરી સ્વેપિંગ શું છે?
બેટરી સ્વેપિંગ એક વિકલ્પ છે, જેમાં ચાર્જ કરેલી બેટરીને ડિસ્ચાર્જ કરેલી બેટરી ઈવી માલિક એક્સચેન્જ કરી શકે છે. બેટરી સ્વેપિંગ પોલિસી હેઠળ ઈવી યૂઝરને જગ્યાએ જગ્યાએ, બેટરી સ્વેપિંગ મશીન મળશે, જ્યાં તે તેની ડિસ્ચાર્જ બેટરીને કાઢીને ચાર્જ કરી શકે છે અને ત્યાં હાજર એક ચાર્જ બેટરીને પોતાના વાહનમાં લગાવી શકે છે.
આ પોલિસી અંતર્ગત બેટરીની અદલા બદલીનો ઉપયોગ નાના વાહનો, જેમ કે ટૂ વ્હિલર અને થ્રી વ્હિલર વાહનોમાં સૌથી વધારે થશે. કેમ કે આ વાહનોમાં નાની બેટરી હોય છે જે અન્ય ઓટોમોટિવ સેગમેંટની તુલનામાં સ્વેપ કરવી સરળ હોય છે.
બેટરી સ્વેપિંગના ફાયદા?
આ પોલિસી લાગું થયા બાદ યૂઝરને ઘણા ફાયદા થશે, કારણ કે ઈવી ચાર્જિંગ આજના સમયમાં મોટી સમસ્યા છે. બેટરી સ્વેપિંગ પ્રક્રિયાથી બેટરી ખતમ થવાની ચિંતા, ચાર્જિંગ પોઈન્ટને શોધવા અને નવા બેટરી પેક ખરીદવાના ખર્ચાથી બચી શકાય છે. આના કારણે ઈવી માલિકોને ઘણા ખર્ચા બચશે.
સ્વેપિંગ કારોબાર વિકસવાથી ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદનાર બેટરી વિના સ્કૂટર ખરીદી શકશે અને બેટરી સ્વેપિંગ સેન્ટર જઈને નજીવા રૂપિયા ચૂકવી ભાડે બેટરી લઈને સ્કૂટર કે અન્ય વાહન ચલાવી શકશે. આ નીતિ લાગું થયા બાદ સૌથી મોટો ફાયદો સમયનો થશે, કેમ કે, બેટરીની ચાર્જિંગ થવામાં ઘણા કલાકો લાગે છે.