Canara Bank FD Scheme: ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ વર્ષે રેપો રેટમાં 1.25 ટકાનો કાપ મૂકવામાં આવી ચૂક્યો છે. જેના કારણે એક તરફ લોનના વ્યાજ દરો ઘટી ગયા છે, તો બીજી તરફ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરો પણ ઘટી ગયા છે.
રેપો રેટમાં ઘટાડો થયાં બાદ તમામ બેંકોએ પોત-પોતાની ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં વ્યાજદરોને લઈને વિચારવાનું શરૂ કરી દીધું છે. એવામાં જો પબ્લિક સેક્ટરની કેનેરા બેંકની વાત કરીએ તો, હાલ આ બેંક ફિક્સ ડિપોઝિટ પર 3 ટકાથી લઈને 6.75 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.
ખાસ વાત એ છે કે, કેનેરા બેંકમાં ગ્રહાક 7 દિવસથી માંડીને 10 વર્ષ સુધીની મુદ્દત માટે ફિક્સ ડિપોઝિટ માટે ખાતું ખોલાવી શકે છે. આજે અમે આપને કેનેરા બેંકની આવી જ એક સ્કીમ વિશે જણાવીશું, જેમાં માત્ર 1 લાખ રૂપિયા જમા કરાવશો, તો મેચ્યોરિટી પર તમને કુલ 20,983 રુપિયાનું ફિક્સ વ્યાજ મળી શકે છે.
કેનેરા બેંકની 555 દિવસની ફિક્સ ડિપોઝિટ સ્કીમ
કેનેરા બેંકની 555 દિવસની FD સ્કીમ પર લોકોને સૌથી વધુ 6.15 ટકા, જ્યારે સીનિયર સિટીઝનને 6.65 ટકા થી માંડીને 6.75 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે.
આ સરકારી બેંક 3 વર્ષની FD સ્કીમ પર સામાન્ય નાગરિકોને 5.90 ટકા જ્યારે સીનિયર સિટીઝનને 6.40 ટકા વ્યાજ આપી રહી છે. FD સ્કીમની સાથે-સાથે જમા કરનારને એક ચોક્કસ સમય બાદ મૂળ રકમની સાથે-સાથે વ્યાજની પણ ફિક્સ રકમ મળી જાય છે.
3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ લો
જો તમે કેનેરા બેંકમાં 3 વર્ષની ફિક્સ ડિપોઝિટમાં 1 લાખ રૂપિયા જમા કરાવો છો, તો મેચ્યોરિટી પર તમને કુલ 1,19,209 રુપિયા મળશે. જેમાં 19,209 રૂપિયા તો ફિક્સ વ્યાજની રકમ છે.
હવે જો તમને સીનિયર સિટીઝન હોવ અને કેનેરા બેંકમાં 3 વર્ષની ફિક્સ ડિપોઝિટમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરશો, તો તમને પાકતી મુદ્દતે 1,20,983 રૂપિયા મળશે. જેમાં 20,983 રૂપિયા તો ફિક્સ વ્યાજ સામેલ છે.
જણાવી દઈએ કે, કેનેરા બેંક એક સરકારી બેંક છે. જે સરકારના નિયંત્રણમાં રહીને જ કામ કરે છે. આજ કારણોસર સરકારી બેંકમાં જમા કરવામાં આવેલ તમારા પૈસા સુરક્ષિત માનવામાં આવે છે.

