Ahmedabad News:કેડિલા ફાર્માનો ગ્રીન સંકલ્પ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક જ દિવસમાં 2 હજારથી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું

એવા દેશી અને ફળ આપતા વૃક્ષો વાવવામાં આવ્યા છે, જે પર્યાવરણની જાળવણી, પ્રદૂષણ મુક્તિ (કાર્બન ઘટાડવામાં) અને જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ બને છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 06 Jun 2026 11:49 PM (IST)Updated: Sat, 06 Jun 2026 11:49 PM (IST)
cadila-pharmaceuticals-plants-over-2000-fruit-and-native-plants-in-a-single-day-across-key-locations-on-world-environment-day

Ahmedabad News: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા પર્યાવરણીય સસ્ટેનેબિલિટી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવામાં આવી છે. કંપનીએ તેના વિવિધ પ્લાન્ટ્સ લોકેશન્સ જેવા કે શાંતિવન-ધોળકા, હીરાપુર, કડી અને અન્ય ઓપરેશનલ સાઇટ્સ પર એક જ દિવસમાં 2,000 થી વધુ ફળ આપતા અને સ્થાનિક પ્રજાતિના છોડનું સફળતાપૂર્વક રોપણ કર્યું છે.

આ લાર્જ-સ્કેલ પ્લાન્ટેશન ડ્રાઇવ સમગ્ર ઓર્ગેનાઇઝેશનમાં એક જ સમયે યોજવામાં આવી હતી. માત્ર એકજ દિવસમાં સફળતાપૂર્વક રોપણ પાર કરીને કેડિલા ફાર્માએ સાબિત કર્યું છે કે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે વાતો નહીં, પણ ત્વરિત અને નક્કર પગલાં જરૂરી છે.

આ અભિયાન હેઠળ ખાસ કરીને એવા દેશી અને ફળ આપતા વૃક્ષો વાવવામાં આવ્યા છે, જે પર્યાવરણની જાળવણી, પ્રદૂષણ મુક્તિ (કાર્બન ઘટાડવામાં) અને જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ બને છે. કંપનીના પ્લાન્ટ્સ, કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં કરાયેલા આ વૃક્ષારોપણથી પ્રકૃતિની સાથે સ્થાનિક લોકોને પણ લાંબા ગાળે મોટો ફાયદો થશે

આ ખાસ પ્રસંગે કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાજીવ આઇ. મોદીએ જણાવ્યું હતું કે, "વિશ્વ પર્યાવરણ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણી પૃથ્વીના રક્ષણ માટે નક્કર અને નિર્ણાયક પગલાં લેવા જરૂરી છે. અમારા વિવિધ પ્લાન્ટ્સ અને લોકેશન્સ પર એક જ દિવસમાં 2,000થી વધુ છોડ રોપીને, અમારો ઉદ્દેશ્ય આગામી પેઢી માટે વધુ હરિયાળા અને સસ્ટેનેબલ ભવિષ્યના નિર્માણમાં એક સ્થાયી યોગદાન આપવાનો છે."

આ મહા-અભિયાનમાં કંપનીના વિવિધ સ્થળોએ કાર્યરત કર્મચારીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે પર્યાવરણ પ્રત્યેની તેમની સામૂહિક જવાબદારી અને જાગૃતિ દર્શાવે છે.

પર્યાવરણ દિવસ નિમિત્તે લેવાયેલી આ પહેલ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના વ્યાપક 'ESG' (એન્વાયરમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ) ફ્રેમવર્કને અનુરૂપ છે, જે જવાબદાર બિઝનેસ ગ્રોથ, સંસાધનોની બચત અને સમાજ-કેન્દ્રી પર્યાવરણીય કાર્યક્રમો પર વિશેષ ભાર મૂકે છે.