Aether Industries Ltd: એથર ઈન્ડસ્ટ્રીઝની આવકમાં વાર્ષિક ધોરણે 35 ટકાનો વધારો, બીજા ક્વાર્ટરમાં 31 ટકાના માર્જિન સાથે EBITDA રૂ. 85 કરોડ

6 મહિનાના સમયગાળા દરમિયાન કંપનીનો EBITDA રૂપિયા 163 કરોડ નોંધાયો, જે 31 ટકાનું EBITDA માર્જિન દર્શાવે છે, અને PAT રૂપિયા 101 કરોડ રહ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 13 Nov 2025 03:53 PM (IST)Updated: Thu, 13 Nov 2025 03:53 PM (IST)
business-news-surat-based-aether-industries-ltd-income-increased-by-35-percent-annually
HIGHLIGHTS
  • એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વર્ષ 2025-26ના Q1 અને H1ના નાણાંકીય પરિણામો જાહેર કરાયા
  • કંપનીના અર્ધ વાર્ષિક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 101 કરોડ નોંધાયો

Surat, Aether Industries Ltd: સુરતના સચિન GIDC ખાતે આવેલી સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE: 543534, NSE: AETHER) દ્વારા આજરોજ નાણાકીય વર્ષ 2025-26ના દ્વિતીય ક્વાર્ટર એટલે કે Q2 અને અને પ્રથમ અર્ધવાર્ષિક H1 FY25-26ના નાણાકીય પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી, કે જે કંપનીની નવીનતા અને ટકાઉપણાના વિઝન સાથેની આગેકૂચને પ્રતિબિંબિત કરે છે.

બીજા ત્રિમાસિક ગાળા (Q2 FY2025-26)માં કંપનીની ઓપરેશન્સમાંથી આવક રૂપિયા 275 કરોડ નોંધાઈ છે, જે પાછલા વર્ષની સરખામણીએ (YoY) 38 ટકાનો મજબૂત વધારો દર્શાવે છે. બીજા ક્વાટરમાં EBITDA રૂપિયા 85 કરોડ રહ્યો હતો કે જે 31 ટકાના માર્જિનમાં પરિણમ્યો છે, અને કર પછીનો ચોખ્ખો નફો એટલે (PAT) રૂપિયા 54 કરોડ નોંધાયો છે.

વધુમાં નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા (H1 FY2025-26) માટે, ઓપરેશન્સમાંથી કુલ આવક રૂપિયા 531 કરોડ રહી છે. આ 6 મહિનાના સમયગાળા દરમિયાન, EBITDA રૂપિયા 163 કરોડ નોંધાયો, જે 31 ટકાનું EBITDA માર્જિન દર્શાવે છે, અને PAT રૂપિયા 101 કરોડ રહ્યો છે. આ પરિણામો કંપનીની વ્યૂહાત્મક પહેલ અને બજારમાં મજબૂત સ્થિતિ દર્શાવે છે.

આ ત્રિમાસિક ગાળા દરમિયાન, કંપનીએ તેના વ્યવસાય અને સંચાલન સ્તરે સકારાત્મક ગતિ જાળવી રાખી છે. કંપનીનો સેલ્સ મિક્સ વિસ્તૃત રહ્યો છે, જેમાં આ ત્રિમાસિક ગાળામાં આવકનો આશરે 47 ટકા હિસ્સો કોન્ટ્રાક્ટ અને એક્સક્લુઝિવ મેન્યુફેક્ચરિંગ (CEM)માંથી 41 ટકા લાર્જ સ્કેલ મેન્યુફેક્ચરિંગ (LSM) માંથી અને લગભગ 9 ટકા હિસ્સો કોન્ટ્રાક્ટ રિસર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ (CRAMS) માંથી પ્રાપ્ત થયો છે.

એથર ઇન્ડસ્ટ્રીઝે વૈશ્વિક તેમજ સ્થાનિક બજારોમાં તેના ગ્રાહકો સાથેના સંબંધોને સતત મજબૂત બનાવ્યા છે અને H1FY26 દરમિયાન નવા 10 પ્રતિષ્ઠિત ગ્રાહકોને ઉમેર્યા છે. કંપની પોતાની ક્ષમતા વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે સુરત (સાઇટ 3++) અને પાનોલી (સાઇટ-5) ખાતે એક્સપાન્શન પ્લાન નિર્ધારિત રીતે પ્રગતિ કરી રહ્યા છે. આ ઉપરાંત, બહુરાષ્ટ્રીય ગ્રાહકો સાથેના મુખ્ય લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ પણ સમયસર ચાલી રહ્યા છે, જેમાં વેલિડેશન, ટ્રાયલ્સ અને ટેક્નિકલ મંજૂરીઓ સકારાત્મક રીતે આગળ વધી રહી છે.