BSNL Prepaid Recharge Plans in Gujarat: ગુજરાતમાં આમ તો પ્રિપેઈડ કાર્ડમાં BSNLના ઘણા પ્લાન છે. પરંતુ આજે અમે તમેને તેના મંથલી પ્લાન 229 વિશે જણાવીશું.
પ્લાનની મુખ્ય વિગતો
- કિંમત: ₹229.
- વેલિડિટી (Validity): આ પ્લાનની વેલિડિટી 1 મહિનાની છે. આનો અર્થ એ છે કે તમારે દર મહિને તે જ તારીખે રિચાર્જ કરાવવાનું રહેશે.
- વૉઇસ કૉલ્સ: તમને હોમ LSA અને નેશનલ રોમિંગમાં (મુંબઈ અને દિલ્હીમાં MTNL નેટવર્ક સહિત) કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત લોકલ અને STD વૉઇસ કૉલ્સ મળે છે.
- ડેટા: આ પ્લાનમાં અમર્યાદિત ડેટા આપવામાં આવે છે. જોકે, દરરોજ 2GB ડેટા વપરાઈ ગયા પછી ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 40 Kbps થઈ જશે.
- SMS: તમને દરરોજ 100 SMS મફત મળે છે.
વાંચોઃ BSNLનો સસ્તો રિચાર્જ પ્લાન, 72 દિવસની વેલિડિટી સાથે મળશે ઇન્ટરનેટ અને કોલિંગનો લાભ
મફત લાભો પછી લાગતા શુલ્ક
- જો તમે મફત લાભોનો ઉપયોગ કરી લો, તો નીચે મુજબના શુલ્ક લાગુ થશે:
- વૉઇસ કૉલ્સ: લોકલ કૉલ્સ માટે ₹1 પ્રતિ મિનિટ અને STD કૉલ્સ માટે ₹1.3 પ્રતિ મિનિટ.
- વિડિયો કૉલ્સ: લોકલ/STD વિડિયો કૉલ્સ માટે ₹2 પ્રતિ મિનિટ.
- SMS: લોકલ SMS માટે 80 પૈસા, નેશનલ SMS માટે ₹1.20 અને ઇન્ટરનેશનલ SMS માટે ₹6.
- ડેટા: 25 પૈસા પ્રતિ MB.