BSNL New Plan Details: સરકારી ટેલિકોમ કંપની BSNLએ એક ધમાકેદાર ઓફર લોન્ચ કરી છે. BSNLએ તેની લોકપ્રિય BiTV સેવા માટે એક નવો પ્રીમિયમ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન ફક્ત રૂપિય 151 પ્રતિ માસમાં ઉપલબ્ધ છે, જે પ્રતિ દિવસ રૂપિયા 5 કરતાં પણ ઓછો ખર્ચ છે. આ પેકમાં યુઝર્સને 450 કરતાં વધુ લાઇવ ટીવી ચેનલ્સ અને 25 લોકપ્રિય OTT એપ્સનું મફત સબસ્ક્રિપ્શન મળશે.
BSNLનો આ નવો પ્લાન DTH કનેક્શનને સીધી ટક્કર આપે છે. જ્યાં DTHમાં અલગ-અલગ ચેનલ પેક ખરીદવા પડે છે, ત્યાં BSNLના આ ઓલ-ઇન-વન પેકમાં એક જ સબસ્ક્રિપ્શનમાં ટીવી અને OTT બંનેનો આનંદ માણી શકાય છે. આ 25 OTT એપ્સમાં SonyLIV, Zee5, ShemarooMe, SunNXT, Fancode અને ETV Win જેવી જાણીતી એપ્સનો સમાવેશ થાય છે. આ પ્લાન ઇન્ટરનેટ ટીવી અને OTT દર્શકો માટે સસ્તો અને એક જ સોલ્યુશન બની રહ્યો છે.
BSNLના આ નવા પ્લાનની સરખામણી જો Jioના રૂપિયા 299ના પ્લાન સાથે કરવામાં આવે તો બંનેમાં કેટલાક મુખ્ય તફાવત જોવા મળે છે. Jioનો રૂપિયા 299નો પ્લાન 28 દિવસ માટે દરરોજ 1.5 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS પ્રત્યેક દિવસ આપે છે, જ્યારે તેમાં ફક્ત JioCinemaનું ત્રણ મહિનાનું સબસ્ક્રિપ્શન મળે છે. આ ઉપરાંત, તેમાં JioTV અને Jio AICloudની મફત ઍક્સેસ પણ મળે છે. જ્યારે BSNLનો રૂપિયા 151નો પ્લાન માત્ર OTT અને લાઇવ ટીવી પર કેન્દ્રિત છે, જે યુઝર્સને માત્ર રૂપિયા 5 પ્રતિ દિવસમાં મનોરંજનનો વિશાળ વિકલ્પ પૂરો પાડે છે.