Gold-silver ETF Price: શુક્રવારે Gold Silver ETFમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેને પગલે રોકાણકારો વચ્ચે ચિંતા જોવા મળી છે. ખાસ કરીને MCX પર Gold અને Silver Futureમાં વધારો જોવા મળ્યો છે. તેને પગલે ETF કિંમતો તથા ફ્યુચર્સ વચ્ચે મોટું અંતર જોવા મળી રહ્યું છે. દિવસ દરમિયાન MCX પર જ્યારે ચાંદી આશરે 2.75 ટકા વધી રૂપિયા 2.26 લાખ પ્રતી કીલો આસપાસ કામકાજ કરી રહી હતી ત્યારે ETFમાં ઘટાડાનો માહોલ જોવા મળતો હતો.
Silver ETF સેગમેન્ટમાં વ્યાપક પ્રમાણમાં વેચવાલીનો માહોલ જોવા મળતો હતો. Groww Silver ETF આશરે 4.04 ટકા ગગડી રૂપિયા 21.83 પહોંચી ગયો છે, જ્યારે HDFC Silver ETF આશરે 4 ટકા તૂટી રૂપિયા 212.76 પર આવી ગયો છે. આ ઉપરાંત DSP Silver ETF આશરે 3.96 ટકા, Kotak Silver ETF અને Edelweiss Silver ETF પણ અનુક્રમ 3.75 ટકા અને 3.66 ટકા ગગડ્યા હતા. આ ઘટાડો સંકેત આપે છે કે બજારમાં ટૂંકાગાળામાં નફારૂપી વેચવાલી અને કિંમતોમાં એડજસ્ટમેન્ટ થઈ રહ્યું છે.
Gold ETFમાં પણ ભારે દબાણ
ફક્ત ચાંદીમાં જ નહીં પણ Gold ETFમાં પણ સતત મંદીમય સ્થિતિ જોવા મળી રહી છે. Nippon India ETF Gold BeES આશરે 0.92 ટકા ગગડી રૂપિયા 118.19, ICICI Prudential Gold ETF આશરે 1.04 ટકા તૂટી રૂપિયા 122.21 પર કામકાજ કરતા હતા. જ્યારે Axis Gold ETF પણ 1.05 ટકા તૂટી રૂપિયા 118.90 પર આવી ગયો છે. જોકે તેનાથી તદ્દન વિપરીત MCX પર સોનું આશરે 1.97 ટકા વધીને રૂપિયા 1.43 લાખ પ્રતી 10 ગ્રામ પર કામકાજ કરે છે.
ભૂ-રાજકિય તણાવની અસર
વિશ્વ અર્થતંત્રમાં ભારે દહેશત અને ચિંતાના માહોલ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની ચેતવણી આપ્યા બાદ બજારમાં ભારે ઉચાટ જોવા મળે છે.
શું આ ખરીદીની તક છે?
રિપોર્ટમાં બજાર નિષ્ણાતો માને છે કે ETF માં આ ઘટાડો સોના અને ચાંદીના મૂળભૂત સિદ્ધાંતોમાં નબળાઈને પ્રતિબિંબિત કરે છે તે જરૂરી નથી, પરંતુ ટૂંકા ગાળાના સેન્ટિમેન્ટ અને કામચલાઉ ભાવ વધઘટનું પરિણામ હોઈ શકે છે. વધુમાં ઈરાન યુદ્ધની પરિસ્થિતિ અસ્પષ્ટ રહે છે, જેના કારણે ફુગાવામાં વધારો થવાની શક્યતા વધી રહી છે, જે સોનાને ટેકો આપી શકે છે, પરંતુ ઊંચા વ્યાજ દરો અને કડક નીતિઓ આ વધારાને મર્યાદિત કરી શકે છે.
