Gold ETF FoF:અનેક મ્યુચ્યુઅલ ફંડોએ ગોલ્ડ ફંડ્સમાં નવા રોકાણોને લગાવી બ્રેક, જાણો શા માટે

Gold ETF FoF:કેટલાક ફંડ હાઉસિસે ગોલ્ડ ફંડ-ઓફ-ફંડ્સ(FOFs)માં નવેસરથી રોકાણ સ્વીકારવાનું બંધ કરી દીધુ છે. જોકે રોકાણકારો ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ(FTFs)માં હજુ પણ રોકાણ કરી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 16 Oct 2026 03:36 PM (IST)Updated: Fri, 16 Oct 2026 03:54 PM (IST)
several-mutual-funds-temporarily-suspend-fresh-investments-in-gold-fundoffunds

Gold ETF FoF:કેટલાક ફંડ હાઉસિસે ગોલ્ડ ફંડ-ઓફ-ફંડ્સ(FOFs)માં નવેસરથી રોકાણ સ્વીકારવાનું બંધ કરી દીધુ છે. જોકે રોકાણકારો ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ(FTFs)માં હજુ પણ રોકાણ કરી શકે છે.

ICICI પ્રૃડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, HDFC મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ, ઈન્વેસ્કો ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, DSP મ્યુચ્યુઅલ ફંડ અને ટાટા મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને તેને લગતી માહિતી આપી નોટિસ પાઠવી છે. 

 

ક્રમાંક   મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ અસર પામનારી સ્કીમ   લાગુ થવાની તારીખ અને સમય
1  ICICI પ્રૃડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ  ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ્સ  16 ઓક્ટોબર 2026
2   HDFC મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ્સ,  ગોલ્ડ-સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ  15 ઓક્ટોબર 2026થી બપોરે 3 વાગ્યા બાદ
3  આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ   ગોલ્ડ ફંડ 16 ઓક્ટોબર 2026
4  Tata મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ્સ 16 ઓક્ટોબર 2026
5   DSP મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ્સ 16 ઓક્ટોબર 2026
6  ઈનવેસ્કો ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ્સ 15 ઓક્ટોબર 2026 સેશન પૂરું થાય ત્યારે
7  જેરોધા ફંડ હાઉસ ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ્સ 16 ઓક્ટોબર 2026
8   નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ   ગોલ્ડ સેવિંગ્સ ફંડ 16 ઓક્ટોબર 2026
9  SBI મ્યુચ્યુઅલ ફંડ  ગોલ્ડ ફંડ 16 ઓક્ટોબર 2026
10   કોટક મ્યુચ્યુઅલ ફંડ  ગોલ્ડ ફંડ, ગોલ્ડ-સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ   16 ઓક્ટોબર 2026
11   એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ફંડ 16 ઓક્ટોબર 2026
12  મિરાઈ એસેટ મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ્સ, ગોલ્ડ-સિલ્વલ પેસિવ ફંડ ઓફ ફંડ્સ 15 ઓક્ટોબર 2026 સેશન પૂરું થાય ત્યારે
13   LIC મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ્સ 16 ઓક્ટોબર 2026
14   ગ્રો મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ્સ 16 ઓક્ટોબર 2026
15  UTI મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ્સ 15 ઓક્ટોબર 2026 સેશન પૂરું થાય ત્યારે
16   HSBC મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સ 15 ઓક્ટોબર 2026 સેશન પૂરું થાય ત્યારે
17  ક્વાન્ટમ મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ્સ  15 ઓક્ટોબર 2026 સેશન પૂરું થાય ત્યારે

અલબત નિયમકર્તા તરફથી સત્તાવાર રીતે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. અલબત રૂપિયાને સ્થિર કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. 15 ઓક્ટોબરના રોજ એક યાદીમાં ટાટા મ્યુચ્યુઅલ ફંડે જણાવ્યું હતું કે તે Tata Gold ETF FOFમાં 16મી ઓક્ટોબરથી અમલી બને તે રીતે લમ્પ-સમ ખરીદી તથા નવા સિસ્ટેમેટીક ઈન્વેસ્ટ પ્લાન(SIP)ને હંગામી ધોરણે નિયંત્રિત કરી દીધા છે.

આ ઉપરાંત અન્ય કેટલાક ફંડ હાઉસિસે પણ Gold FOFsમાં નવેસરથી રોકાણને સ્વીકારવાનું બંધ કરી દીધુ છે.ગોલ્ડ ફંડ્સમાં છેલ્લા બે વર્ષથી મોટા પ્રમાણમાં રોકાણ આવી રહ્યું છે ત્યારે શેરબજારમાં પણ વૈશ્વિક સ્તરે જે ભૂરાકિય અનિશ્ચિતતા સર્જાઈ છે તેને લીધે ભારે અફરા તફરી જોવા મળી રહી છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (AMFI)ની માહિતી પ્રમાણે Gold ETFsમાં સપ્ટેમ્બર 2026માં આશરે રૂપિયા 4,451 કરોડનું રોકાણ આવ્યું છે. 30 સપ્ટેમ્બર 2-26ના રોજ Gold ETFsમાં સંચાલન હેઠળ ચોખ્ખી એસેટ્સ રૂપિયા 1.86 લાખ કરોડ થઈ છે, જે 30 સપ્ટેમ્બર 2025ના રોજ નોંધાયેલ રૂપિયા 90,136 કરોડની તુલનામાં લગભગ બે ગણુ છે.

ભારત વિશ્વના સૌથી મોટા સોનાના વપરાશકાર દેશો પૈકી એક છે. વર્ષ 2025માં ભારતમાં સોનાની માંગ 710.9 ટન રહી હતી. મોટાભાગે સોનાની આયાત કરવામાં આવે છે અને દેશની કૂલ આયાતમાં તે મોટો હિસ્સો ધરાવે છે.