Government Savings Schemes 2026: આજે કૂદકેને ભૂસકે વધતી જતી મોંઘવારીને જોતા સમજદાર લોકો પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે સારી એવી રોકાણ યોજનાની તલાશમાં રહેતા હોય છે.
એવામાં જો તમને પણ તમારા પૈસાને સુરક્ષિત રાખવા સાથે તેના પર સારું એવું રિટર્ન મેળવવા માંગતા હોવ તો આજે અમે આપને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કેટલીક શાનદાર બચત યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
હકીકતમાં સરકારની અનેક એવી યોજનાઓ છે, જેમાં 7.5 ટકાથી વધારે વાર્ષિક વ્યાજ આપે છે. જો કે આપણામાંથી ઘણાં લોકોને આવી યોજનાએ વિશે ખાસ ખ્યાલ નથી હોતો. જે પૈકી કેટલીક એવી યોજનાઓ છે, જે માત્ર સીનિયર સિટીઝનને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવી છે.
સૌથી બેસ્ટ પાંચ સરકારી બચત યોજના (Government Savings Schemes)
સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમઃ આ યોજનામાં સીનિયર સિટીઝનને 8.2 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આવી યોજનાઓમાં સીનિયર સિટીઝન વ્યક્તિ 1 હજારથી 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. અત્યારે આ યોજનાની મુદ્દત માત્ર પાંચ વર્ષ માટે છે, જેમાં 60 કે તેથી વધુ વયના લોકો રોકાણ કરી શકે છે.
કિસાન વિકાસ પત્ર (KVP): આ યોજનામાં ખેડૂતોએ રોકેલી રકમ 9 વર્ષ અને 5 મહિનામાં ડબલ થઈ જાય છે. આટલું જ નહીં, ભારત સરકાર દર વર્ષે ખેડૂતોને વાર્ષિક 7.5 ટકા વ્યાજ પણ આપે છે. જો કે આ યોજનામાં રોકાણની શરૂઆત 1 હજાર રૂપિયાથી થાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY): આ યોજના ખાસ કરીને દીકરીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેમાં દીકરીઓને 8.2 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. આ યોજનામાં તમે વાર્ષિક પાંચસો થી દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છે. આ સ્કીમ 21 વર્ષ અથવા દીકરીના લગ્ન થાય ત્યાં સુધી ચાલે છે. આ યોજનાની ખાસ વાત એ છે કે, તેમાં જમા કરવામાં આવેલી રકમ પર સરકાર ટેક્સની સંપૂર્ણ છૂટ આપે છે. જેથી ભવિષ્યમાં તેમને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો ના કરવો પડે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NCC): આ સરકારની સૌથી લોકપ્રિય યોજનાઓ પૈકીની એક છે, જેની મુદ્દત 5 વર્ષ સુધીની હોય છે. જેમાં તમે 1 હજાર રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો. આ યોજના ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેઓ યોગ્ય સમયે સુરક્ષિત રિટર્ન લેવા માંગે છે.
RBI ફ્લોટિંગ રેટ બોન્ડ સ્કીમઃ રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા ફ્લોટિંગ રેટ બોન્ડ સ્કીમની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત 8.05 ટકા પર RBI દ્વારા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. જો કે તેમાં મુદ્દત 7 વર્ષ સુધીની હોય છે. જેમાં રોકાણ માટે અત્યારે કોઈ મહત્તમ મર્યાદા નક્કી નથી કરવામાં આવી. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે, જે બેંકના ફિક્સ ડિપોઝિટ કરતાં વધારે રિટર્ન લેવા માંગે છે અને વધારે જોખમ નથી ખેડવા માંગતા.
