Salary-Pension:આ વખતે પગાર-પેન્શન 25 સપ્ટેમ્બરના રોજ થશે, બેંક હડતાળ અગાઉ સરકારે આપ્યું મોટું અપડેટ

Bank Strike:કેન્દ્ર સરકારે બેંક હડતાળને લીધે કર્મચારીઓ અને પેન્શનર્સને રાહત આપવા માટે સપ્ટેમ્બરનો પગાર, પેન્શન અને અન્ય ચુકવણી 25 સપ્ટેમ્બરના રોજ આપવાનો આદેશ કર્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 23 Sep 2026 10:14 PM (IST)Updated: Wed, 23 Sep 2026 10:14 PM (IST)
bank-strike-government-employees-pensioners-september-salary-payment-on-25-september

Bank Strike:કેન્દ્ર સરકારે બેંક હડતાળને લીધે કર્મચારીઓ અને પેન્શનર્સને રાહત આપવા માટે સપ્ટેમ્બરનો પગાર, પેન્શન અને અન્ય ચુકવણી 25 સપ્ટેમ્બરના રોજ આપવાનો આદેશ કર્યો છે. બેંક હડતાળ 28થી 30 સપ્ટેમ્બર સુધી દરખાસ્ત ધરાવે છે.

25 સપ્ટેમ્બરના રોજ થશે પેમેન્ટ

CNBCએ સૂત્રોને ટાંકીને આપેલી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારના કાર્યાલયોને સપ્ટેમ્બરનો પગાર, મજૂરી અને પેન્શન 25 સપ્ટેમ્બરના રોજ આપવાનું કહેવામાં આવ્યું છે. આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કે જેથી બેન્કિંગ સર્વિસિસમાં અવરોધને લીધે કર્મચારીઓ અને પેન્શનર્સને પૈસા મળવામાં વિલંબ ન થાય.


આ દિશા-સૂચન અંતર્ગત ડિફેન્સ, પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન સહિત કેન્દ્ર સરકારના કર્મચારીનો સમાવેશ થાય છે. એટલે કે આ વિભાગો સાથે સંકળાયેલ લોકોની સપ્ટેમ્બરની ચુકવણી સામાન્ય સમય અગાઉ પ્રોસેસ કરવામાં આવશે.

સરકારે ફક્ત પગાર અને પેન્શન ઉપરાંત સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં થનાર બીજા બેંક ટ્રાન્ઝેક્શન અને પેમેન્ટ પણ 25 સપ્ટેમ્બર સુધી આગળ વધારવા આદેશ આપ્યા છે.આ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ને કહેવામાં આવ્યું છે કે તે સરકારના આ દિશા-સૂચનોની જવાબદારી તમામ સંબંધિત પેઇંગ બેંક શાખા સુધી પહોંચાડે, જેથી પેમેન્ટ સમય અગાઉથી પ્રોસેસ કરી શકાય.


યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે 28થી 30 સપ્ટેમ્બર સુધી દેશ વ્યાપી બેંક હડતાળની જાહેરાત કરી છે. આ અગાઉ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ વીકેન્ડ છે. આ સંજોગોમાં બેન્કિંગ સર્વિસિસ પર સતત પાંચ દિવસો સુધી અસર થવાની શક્યતા છે. આ સૂચિત હડતાળની મુખ્ય માંગ પાંચ દિવસની બેન્કિંગ વીકની માંગનો સમાવેશ થાય છે. સરકાર અને બેંક મેનેજમેન્ટ તરફથી યુનિયનોને હડતાળ ટાળવાની માંગ કરી છે.