ઓક્સિલોનું ઇન્ડિયાએડ વિસ્તરણ મારફતે K-12 અને ઉચ્ચ શિક્ષણ માટે 48 કલાકમાં મળશે પૂરી પાડશે ડિજિટલ લોન

આ કાર્યક્રમ હેઠળ K-12 થી લઈને એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટ જેવા સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસક્રમોને આવરી લેવામાં આવ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 18 May 2026 08:08 PM (IST)Updated: Mon, 18 May 2026 08:08 PM (IST)
auxilo-expands-indiaed-nationwide-paperless-domestic-education-loans-to-be-disbursed-in-48-hours

Auxilo Expands IndiaEd: ભારતની અગ્રણી શિક્ષણ-કેન્દ્રિત NBFC, ઓક્સિલો ફિનસર્વ એ દેશભરની માન્યતા પ્રાપ્ત શાળાઓ અને કોલેજોને સીધી ફી ચુકવણીની સુવિધા આપવા માટે તેના ડોમેસ્ટિક એજ્યુકેશન લોન વર્ટિકલ 'ઇન્ડિયાએડ' (IndiaEd) ના વિસ્તરણની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ હેઠળ K-12 થી લઈને એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટ જેવા સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસક્રમોને આવરી લેવામાં આવ્યા છે.

લોનની તમામ અરજીઓ સંપૂર્ણપણે ડિજિટલ રીતે પ્રોસેસ કરવામાં આવશે અને મંજૂર થયેલી રકમ 48 કલાકની અંદર સીધી શૈક્ષણિક સંસ્થાના ખાતામાં જમા કરવામાં આવશે.

રિસર્ચ આધારીત અહેવાલો મુજબ ભારતમાં શિક્ષણ ખર્ચ વાર્ષિક અંદાજે 10-12% ના દરે વધી રહ્યો છે, જે સામાન્ય ગ્રાહક ભાવ ફુગાવા (consumer price inflation) કરતા પણ નોંધપાત્ર રીતે વધુ છે. આ વધારો મધ્યમવર્ગીય પરિવારો પર નાણાકીય બોજ સતત વધારી રહ્યો છે. બીજી તરફ, શૈક્ષણિક સંસ્થાઓ માટે તેમની કામગીરીને કાર્યક્ષમ રાખવા, સમયસર પગાર ચૂકવવા અને આયોજિત વિકાસ કાર્યો માટે ભંડોળ એકત્ર કરવાના હેતુથી સમયસર ફી વસૂલાત અત્યંત અનિવાર્ય બની ગઈ છે.

ઓક્સિલો ખાતે IndiaEd ના CBO, આનંદ સુબ્રમણ્યમે જણાવ્યું કે શાળાઓ અને કોલેજો મુખ્યત્વે તેમની ફીની આવક પર નિર્ભર હોય છે, જે તેમના માટે આવકનો પ્રાથમિક સ્ત્રોત છે. ફી વસૂલાતમાં વિલંબ થવાથી સંસ્થાઓના પગાર ચક્ર (Salary Cycle) પર વિપરીત અસર પડે છે, જેના કારણે માળખાગત રોકાણો અટકી જાય છે અને શૈક્ષણિક આયોજનમાં અવરોધ ઊભો થાય છે.

ઓક્સિલોનું 'ઇન્ડિયાએડ' (IndiaEd) મોડેલ પરિવારો અને શૈક્ષણિક સંસ્થાઓ બંને માટે એક સચોટ ઉકેલ પૂરો પાડે છે. આ મોડેલ હેઠળ, વાલીઓ તેમની અનુકૂળતા મુજબ લોનની મુદત પસંદ કરી શકે છે અને ફીની મોટી રકમને સરળ માસિક હપ્તા (EMI) માં રૂપાંતરિત કરી શકે છે. બીજી તરફ, સંલગ્ન સંસ્થાઓને ફીની પૂરેપૂરી રકમ સીધી તેમના ખાતામાં પ્રાપ્ત થાય છે, જે તેમના નાણાકીય સંચાલનને વધુ સુદ્રઢ બનાવે છે.