અમદાવાદ. Toyota Glanza E-CNG:
Toyota Kirloskar Motor (TKM) એ આખરે તેની Glanza CNG કાર લોન્ચ કરી છે. આ ટોયોટાની પ્રથમ CNG કાર છે અને પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં બીજું મોડલ છે. Glanza CNG માત્ર S અને G ટ્રિમમાં જ ઓફર કરવામાં આવશે. આ કારની કિંમત 8.43 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
આ કિંમત વાહનના S ટ્રિમ માટે છે. જ્યારે G ટ્રીમની કિંમત 9.46 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ પ્રીમિયમ હેચબેક માટે ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ગ્રાહકો આ CNG કારને માત્ર 11,000 રૂપિયામાં બુક કરાવી શકે છે. તે તેના પેટ્રોલ વેરિઅન્ટ કરતાં માત્ર 95 હજાર રૂપિયા મોંઘી છે.

ઉલ્લેખનિય છે કે ટોયોટા ગ્લાન્ઝા સીએનજી કારનું બુકિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું છે અને તે ભારતમાં સીએનજી પર ચાલનારી કંપનીની પ્રથમ કાર પણ છે. આ સિવાય ટોયોટાના હાઈ ક્રોસ મોડલ પર પણ કામ ચાલી રહ્યું છે અને તેને ટૂંક સમયમાં રજૂ કરવામાં આવી શકે છે.
ટોયોટા ગ્લાન્ઝા સીએનજી એન્જિન
Glanza CNG એ જ 1.2-લિટર, ચાર-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે જે પેટ્રોલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. Glanza CNG માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઓફર કરવામાં આવે છે. પેટ્રોલ મોડમાં, આ એન્જિન 90hp અને 113Nm જનરેટ કરે છે, જ્યારે CNG મોડમાં એન્જિન પાવર ઘટીને 77hp અને ટોર્ક 98.5Nm થઈ જાય છે. ટોયોટા CNG કિટ સાથે 30.61 km/kg ની ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરવાનો દાવો કરે છે.

ટોયોટા ગ્લાન્ઝા CNG લુક
વાહનની ડિઝાઇનમાં બહુ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટેલગેટ પર CNG બેજિંગ સિવાય Toyota Glanza નો બાહ્ય ભાગ પેટ્રોલ વેરિઅન્ટ જેવો જ રહે છે. જો કે બુટ સ્પેસમાં 55-લિટરની CNG ટાંકી ફિટ કરવાને કારણે બૂટ સ્પેસ થોડી ઓછી થઈ જાય છે. ગ્લેન્ઝા સીએનજીનું ઈન્ટિરિયર પણ સરખું જ છે.