Anthem Biosciences IPO Allotment Status: 14 જુલાઈના રોજ ઓપન થયેલો એન્થમ બાયોસાયન્સિસનો પ્રારંભિક જાહેર ઓફર (IPO) 16 જુલાઈ, 2025ના રોજ બંધ થયો હતો. આજે 17 જુલાઈના રોજ એન્થમ બાયોસાયન્સિસ IPOનું એલોટમેન્ટ થઈ રહ્યું છે. આ આર્ટિકલમાં જાણો લેટેસ્ટ GMP અને લિસ્ટિંગની તારીખ સહિતની મહત્વની જાણકારી.
Anthem Biosciences IPO: લેટેસ્ટ GMP
investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, એન્થમ બાયોસાયન્સિસ ફ્લોરોકેમિકલ્સનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 540 થી રૂ. 570 સુધીના 25.26%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 714 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
Anthem Biosciences IPO: શેર લિસ્ટિંગ તારીખ
એન્થમ બાયોસાયન્સિસ IPOનું એલોટમેન્ટ આજે એટલે કે 16 જુલાઈના રોજ થશે. જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 21 જુલાઈના રોજ થશે.
આ રીતે ચેક કરો એલોટમેન્ટ સ્ટેટસ
- BSE લિંક પર લોગ ઈન કરો - https://www.bseindia.com/investors/appli_check.aspx
- ઈસ્યુ ટાઈપ ઓપ્શનમાં Equity સિલેક્ટ કરો
- હવે Anthem Biosciences સિલેક્ટ કરો.
- આપેલી જગ્યામાં એપ્લિકેશન નંબર અથવા પાન કાર્ડની વિગતો દાખલ કરો.
- આ પછી I’m not a robot પર ક્લિક કરો અને Search ઓપ્શન પર ક્લિક કરો.
- Anthem Biosciences IPO એલોટમેન્ટ સ્ટેટસ કમ્પ્યુટર મોનિટર અથવા મોબાઇલ ફોન સ્ક્રીન પર દેખાશે.
Anthem Biosciences IPO: મહત્વપૂર્ણ જાણકારી
- IPO સાઈઝ: ₹3,395 કરોડ
- શેર ઓફર: કુલ 5.96 કરોડ ઈક્વિટી શેર, ઓફર ફોર સેલ (OFS) દ્વારા
- એન્કર રોકાણ: કંપનીએ ટોચના દેશી અને વિદેશી સંસ્થાગત રોકાણકારો પાસેથી ₹1,016.02 કરોડ એકત્ર કર્યા.
Anthem Biosciences IPO: પ્રાઇસ બેન્ડ
એન્થમ બાયોસાયન્સિસ IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 540-570 છે. એક એપ્લિકેશન સાથે ન્યૂનતમ લોટ સાઈઝ 26 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 14,820 રૂપિયા છે.
કંપની વિશે
એન્થેમ બાયોસાયન્સ લિમિટેડ એક કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઈઝેશન (CRDMO) છે, જેની સ્થાપના 2006માં થઈ હતી. કંપની દવાઓના સંશોધનથી લઇને વ્યાપારી સ્તરે ઉત્પાદન સુધી સેવાઓ આપે છે. તેની સેવાઓમાં API, પ્રોબાયોટિક્સ, એન્ઝાઇમ્સ, પેપ્ટાઇડ્સ, વિટામિન એનાલોગ્સ અને બાયોસિમિલર્સનો સમાવેશ થાય છે.
નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.