Deepak Shenoy: હું 100 કલાક કામ કરું છું, પરંતુ… હવે કામ કરવાના કલાકોની ચર્ચામાં સામેલ થયા આ બિઝનેસમેન

બિઝનેસમેન દીપક શેનોયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કહ્યું કે તે ઘણીવાર અઠવાડિયામાં 100 કલાકથી વધુ કામ કરે છે, પરંતુ વાસ્તવિક કામ ઘણીવાર દિવસમાં 4-5 કલાકમાં પૂર્ણ થઈ જાય છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 11 Jan 2025 11:04 AM (IST)Updated: Sat, 11 Jan 2025 11:04 AM (IST)
another-entrepreneur-shares-his-bit-on-90-hour-work-week-says-worked-100-hours-a-week

Deepak Shenoy Worked 100 Hours: દિગ્ગજ અબજોપતિ નારાયણ મૂર્તિએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું કે તેઓ અઠવાડિયામાં 70 કલાક કામ કરે છે. હવે લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ચેરમેન અઠવાડિયામાં 90 કલાક કરવાના નિવેદને સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. આ દરમિયાન કેપિટલમાઈન્ડના સ્થાપક અને સીઈઓ દીપક શેનૉયે આ મામલે તેમની વાત શેર કરી છે.

દીપક શેનૉય કેટલા કામ કામ કરે છે

દીપક શેનૉયે આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે તે ઘણીવાર અઠવાડિયામાં 100 કલાકથી વધુ કામ કરે છે, પરંતુ વાસ્તવિક કામ ઘણીવાર દિવસમાં 4-5 કલાકમાં પુરા થઈ જાય છે. આ પોસ્ટ દર્શાવે છે કે તેઓ કામ કરવાના કલાકો નહિ પરંતુ આ કલાકો દરમિયાન તમારા કામની તીવ્રતા અને ફોક્સ પર ભાર મુકી રહ્યા છે.

મોટા ભાગનું કામ મેં એક બિઝનેસમેન તરીકે કર્યું....

દીપક શેનોયે તેમની પોસ્ટમાં જણાવ્યું કે મેં કદાચ મારી સમગ્ર કારકિર્દી દરમિયાન અઠવાડિયામાં 100 કલાક કામ કર્યું છે, પરંતુ મોટા ભાગનું કામ મેં એક બિઝનેસમેન તરીકે કર્યું છે. તમારે કામના કલાકો લાગુ કરવાની જરૂર નથી. કોઈ પણ સંજોગોમાં મોટાભાગના કામ દિવસમાં 4-5 કલાકમાં થાય છે, પરંતુ તે ક્યારે થાય છે તે તમે જાણતા નથી.

તેમણે આગળ કહ્યું કે મને હજુ પણ મિટીંગ્સને કામ કહેવું મુશ્કેલ લાગે છે, પરંતુ મને એ કામમાં વધારે ઉર્જા લાગે છે જેને હું કામ કહું છું. કેટલીક વખત કામ કરવાના કલાકો મારા સમજની બહાર છે. જ્યારે હું રમું છું, ત્યારે હું સખત રમું છું. જ્યારે હું કામ કરું છું, ત્યારે હું સખત મહેનત કરું છું.

રવિવારનું નામ બદલીને 'સન-ડ્યુટી' !

L&Tના ચેરમેન સુબ્રમણ્યમના 90 કલાક કામ કરવાની વાતને ઉદ્યોગના કેટલાક લીડરોએ સમર્થન આપ્યું તો કેટલાક લોકોએ 90-કલાક કામ કરવાના ખ્યાલ પર ચિંતા વ્યક્ત કરી. આરપીજી ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે અઠવાડિયામાં 90 કલાક ? રવિવારનું નામ બદલીને 'સન-ડ્યુટી' કેમ ન કરી શકાય ? હું સખત અને સમજદારીથી કામ કરવામાં માનું છું, પરંતુ જીવનને એક સતત ઓફિસ શિફ્ટમાં ફેરવી દેવી, આ સફળતા માટેની રેસીપી નથી, પરંતુ બર્નઆઉટ છે.

આ ચર્ચા શા માટે ઊભી થઈ ?

એક મીટિંગ દરમિયાન જ્યારે L&Tના ચેરમેન સુબ્રમણ્યમને ફરજિયાત કામના દિવસ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું મને અફસોસ છે કે હું તમને રવિવારે કામ કરાવવા માટે સક્ષમ નથી. જો હું તમને રવિવારે કામ કરાવી શકું તો મને વધારે ખુશી થશે, કારણ કે હું રવિવારે પણ કામ કરું છું. તમે ઘરે બેસીને શું કરો છો? તમે તમારી પત્નીને ક્યાં સુધી જોશો ? પત્ની ક્યાં સુધી પતિ તરફ જોઈ રહેશે? ઓફિસ જાઓ અને કામ શરૂ કરો. તેમના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.

L&Tના ચેરમેન એસએન સુબ્રમણ્યન પણ અઠવાડિયામાં 90 કલાક કામ કરવાના તેમના નિવેદન બાદ ટ્રોલ થઈ રહ્યા છે. લોકો માને છે કે જો તેઓ અઠવાડિયામાં 90 કલાક કામ કરે છે, તો પછી ઘર અથવા અન્ય કામ માટે સમય ક્યાં બચશે?