L&T Chairman SN Subrahmanyan: L&T ચેરમેન એસએન સુબ્રમણ્યન એક અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની સલાહ આપીને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. તેમના નિવેદન પર બિઝનેસથી ળઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ પ્રતિક્રિયા આપતા કંપનીએ તેમના ચેરમેનના નિવેદન પર સ્પષ્ટતા કરવી પડી છે.
L&T ચેરમેન એસએન સુબ્રમણ્યન (SN Subrahmanyan) તેમની કંપનીના કર્મચારીઓ સાથે એક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત દરમિયાન એક અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે, મને આ વાતનું દુ:ખ છે કે હું તમને રવિવારે કામ કરાવી શકતો નથી, જો હું આવું કરાવી શકતો હતો, તો મને વધારે ખુશી મળશે, કારણ કે હું પોતે રવિવારે કામ કરું છું.
90 hours a week? Why not rename Sunday to ‘Sun-duty’ and make ‘day off’ a mythical concept! Working hard and smart is what I believe in, but turning life into a perpetual office shift? That’s a recipe for burnout, not success. Work-life balance isn’t optional, it’s essential.… pic.twitter.com/P5MwlWjfrk
— Harsh Goenka (@hvgoenka) January 9, 2025
આ સાથે જ Reddit પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં L&T ચેરમેન અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની સલાહ આપવાની સાથે કર્મચારીઓને કહી રહ્યા છે કે, તમે ઘરે રહીને પોતાની પત્નીને ક્યાં સુધી જોશે, ઘરે ઓછો અને ઓફિસમાં વધુ સમય વિતાવો. આ પછી સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલ થઈ રહ્યા છે.
એસએન સુબ્રમણ્યમના નિવેદનની નિંદા કરતા બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ જાણીને શોક લાગ્યો કે આટલા ઊંચા હોદ્દા પર બેઠેલા એક સીનિયર આવું નિવેદન આપે છે, મેન્ટલ હેલ્થ મેટર કરે છે.
L&Tનું નિવેદન
L&T ચેરમેન એસએન સુબ્રમણ્યન નિવેદન બાદ ટ્રોલ થતા કંપનીએ એક નિવેદન જારી કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્ર નિર્માણ એ અમારા આદેશનો મુખ્ય ભાગ છે, છેલ્લા 8 દાયકાથી વધુ સમયથી અમે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ અને તકનીકી ક્ષમતાઓને આકાર આપવામાં રોકાયેલા છીએ. અમારું માનવું છે કે આ ભારતનો દાયકા છે, એક એવો સમય જેમાં વિકાસને આગળ વધારવા અને વિકસિત રાષ્ટ્ર બનવાના અમારા સહિયારા દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સામૂહિક સમર્પણ અને પ્રયત્નોની જરૂર છે. અમારા ચેરમેનની ટિપ્પણીઓ આ મોટી મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે, જે ભાર મૂકે છે કે અસાધારણ પરિણામો માટે અસાધારણ પ્રયત્નોની જરૂર છે. L&T માં, અમે એવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ જ્યાં જુસ્સો, હેતુ અને પ્રદર્શન આપણને આગળ ધપાવે છે.
