Vantara Creamery Ice Cream: અનંત અંબાણીએ 17 ફ્લેવરમાં 'વનતારા ક્રિમરી' બ્રાંડથી આઈસ્ક્રીમ લોંચ કર્યો, ગીર ગાયના દૂધથી તૈયાર થશે

એક્સપીરિમેન્ટલ આઈસ્ક્રીમ ટ્ર્ક મારફતે જીઓ વર્લ્ડ ડ્રાઈવ ખાતે આઈસ્ક્રીમની બ્રાન્ડ રજૂ કરી હતી. ફિલ્ટર કોફી,લેમન સોર્બેટ,ગ્વાવ ચિલી તથા મલાઈ કુલ્ફીનો સમાવેશ થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 13 May 2026 10:04 PM (IST)Updated: Wed, 13 May 2026 10:14 PM (IST)
anant-ambani-launches-ice-cream-under-the-brand-name-vantara-creamery-will-be-made-with-gir-cows-milk

Vantara Creamery Ice Cream: અગ્રણી ઉદ્યોગપતિ અનંત અંબાણી (Anant Ambani)એ તેમના વન્યજીવ બચાવ સાથે સંકળાયેલ પ્રોજેક્ટ વનતારાના નામથી નવી પ્રીમિયમ આઈસ્ક્રીમ બ્રાન્ડ મુંબઈમાં લોંચ કરી છે. અનંત અંબાણીના આ નવા સાહસને વનતારા ક્રિમરી (Vantara Creamery)નામ આપવામાં આવ્યું છે અને તેમણે એક્સપીરિમેન્ટલ આઈસ્ક્રીમ ટ્ર્ક મારફતે જીઓ વર્લ્ડ ડ્રાઈવ ખાતે આઈસ્ક્રીમની બ્રાન્ડ રજૂ કરી હતી.

આ સાથે વનતારા પશુઓને બચાવવા તથા જતન કરવાની કામગીરી સાથે હવે તે ફૂડ અને લાઈફસ્ટાઈલ ક્ષેત્રમાં વિસ્તરણ પામી રહેલ છે.

વનતારા ક્રિમરી ગીર ગાયના દૂધનો ઉપયોગ

વનતારા આઈસ્ક્રીમ બ્રાન્ડ અંગે જોઈએ તો વનતારા ક્રિમરી (Vantara Creamery) ગીર ગાયના A2 દૂધનો ઉપયોગ કરી નાના-પાયે આર્ટિઝનલ ઉત્પાદન કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આ સાથે ભારતીય ટેસ્ટ્સ તથા જૂની યાદોને તાજી કરી શકાય તે રીતે 17 જેટલા ફ્લેવર્સમાં બ્રાન્ડ લોંચ કરવામાં આવી છે. આ બ્રાન્ડમાં કેટલીક ખૂબ જ આકર્ષક ફ્લેવર્સમાં ફિલ્ટર કોફી (Filter Coffee), લેમન સોર્બેટ (Lemon Sorbet), અને ગ્વાવ ચિલી(Guava Chilli) તથા મલાઈ કુલ્ફી (Mlai Kulfi)નો સમાવેશ થાય છે.

ભારતીય સ્વાદોમાં મૂળ ધરાવતો પ્રીમિયમ ડેઝર્ટ અનુભવ

વનતારા ક્રીમરી ફક્ત એક આઇસક્રીમ બ્રાન્ડ નથી પણ કંપનીનો હેતુ સ્મૃતિઓ, સ્ટેરીટેલિંગ અને ગુણવત્તાસભર ઘટકો પર આધારિત રેસીપીનું ઉત્તમ સંયોજન કરી એવો પ્રીમિયમ ડેઝર્ટ અનુભવ તૈયાર કરવાનો છે કે જે ભારતીય સ્વાદો અને યાદો સાથે ઊંડો સંબંધ ધરાવે. લૉન્ચ બાદથી જ અનોખા ફ્લેવર્સ અને વનતારા નામ સાથેના મજબૂત જોડાણને કારણે આ બ્રાન્ડને ઑનલાઇન ભારે ચર્ચા અને ઉત્તેજના મળી રહી છે.