Anant Ambani Ice Cream Business: અનંત અંબાણીના 'વનતારા ક્રિમરી' આઈસ્ક્રીમનું મેન્યૂ સામે આવ્યું, પ્રીમિયમ કેટેગરીમાં કેટલા ફ્લેવર મળશે તે જાણો

Vantara Cremery તરફથી કુલ 17 ફ્લેવરમાં આઈસ્ક્રીમ રજૂ કરવામાં આવ્યો છે. આ ફ્લેવર લોકોને તેમના બાળપણની યાદ અપાવે તેવા તથા ભારતીય ટેસ્ટને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 21 May 2026 07:28 PM (IST)Updated: Thu, 21 May 2026 07:46 PM (IST)
anant-ambanis-vanatara-creamery-ice-cream-menu-revealed-know-how-many-flavors-available-in-the-premium-category

Anant Ambani Ice Cream Business: દેશના અગ્રણી ઉદ્યોગપતિ અનંત અંબાણીના વડપણ હેઠળ પશુઓના કલ્યાણ, સારવાર તથા દેખરેખ માટે કામ કરતી રહેલ વંતારા હવે ફૂડ બિઝનેસમાં તેની કામગીરીનું વિસ્તરણ કરવા જઈ રહેલ છે. આ વિસ્તરણના ભાગરૂપે વનતારાએ તાજેતરમાં જ તેની પ્રીમિયમ આઈસ્ક્રીમ બ્રાન્ડ વનતારા ક્રિમરી (Vantara Cremery) લૉંચ કરી છે ત્યારે હવે આ બ્રાન્ડ હેઠળ 17 જેટલા ફ્લેવર ધરાવતા આઈસ્ક્રીમ મેન્યુ સામે આવ્યું છે.

પ્રીમિયમ આઈસક્રીમ 17 ખાસ ફ્લેવરમાં ઉપલબ્ધ

Vantara Cremery તરફથી કુલ 17 ફ્લેવરમાં આઈસ્ક્રીમ રજૂ કરવામાં આવ્યો છે. આ ફ્લેવર લોકોને તેમના બાળપણની યાદ અપાવે તેવા તથા ભારતીય ટેસ્ટને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યા છે. અલબત કંપની તેને 4 કેટેગરીમાં વિભાજીત કરેલ છે.

ઓલ ડે ફ્લેવર (All Day Flavour)

ડાર્ક ચોકલેટ સી સૉલ્ટ કુકીઝ અને ક્રીમ બટર સોલ્ટેડ કેરેમલ સ્ટ્રોબેરી રિપલ જામ

Nostalgic ફ્લેવર

કેસર પેડા મલાઈ કુલ્ફી જલેબી ક્રંચ ચીકુ જાંબુ સોરબેટ ફિલ્ટર કોફી

Seasonal ફ્લેવર

જામફળ મિર્ચ પેશન ફ્રુટ સોરબેટ ફ્રેશ લીચી લેમન સોરબેટ રાસ્પબેરી સોરબેટ

Classic ફ્લેવર

ગોળ સાથે ટોસ્ટેડ નારિયેળ રોસ્ટેડ બદામ

કેટલી કિંમતમાં ઉપલબ્ધ છે

Vantara Creameryના પ્રીમિયમ આઈસક્રીમની કિંમતની વાત કરીએ તો તે પ્રતિ સ્કૂપ રૂપિયા 750થી શરૂ થાય છે. આ ઉપરાંત તેના પર ટેક્સ લાગે છે. જ્યારે સિગ્નેચર ફ્લેવર્સની કિંમત રૂપિયા 1000 સુધી થઈ શકે છે.

આ આઈસક્રીમની વિશેષતા શું છે

આ આઈસ્ક્રીમની વિશેષતા એ છે કે તે પ્રીમિયમ A2 ગીર ગાયના દૂધમાંથી બનેલ છે. આ ગીર ગાયનું દૂધ સીધુ જ જામનગર સ્થિત વાઈલ્ડલાઈફ રિહેબિલિટેશન સેન્ટરથી મેળવવામાં આવે છે. આ આઈસ્ક્રીમ નાના બેંચમાં હાથ વડે તૈયાર કરવામાં આવે છે અને તેમાં નેચરલ તથા પ્રીમિયમ ઈન્ગ્રીડિએન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે તેમાં કોઈ જ પ્રકારના વેજીટેબલ ફેટ કે આર્ટીફિશિયલ પ્રિઝર્વેટિવનું મિશ્રણ કરવામાં આવતું નથી.