Vantara Creamery: વનતારા (Vantara) એ વનતારા ક્રિમરી (Vantara Creamery) લોંચ કરવા સાથે ફૂડ એન્ડ બ્રેવરેજ સેગમેન્ટમાં એન્ટ્રી મેળવવા જઈ રહ્યું છે. એક એવી પ્રીમિયમ આર્ટીસનલ આઈસ્ક્રીમ બ્રાંડ છે કે જે ભારતીય ફ્લેવર્સ, જૂની યાદો તથા નાની-નાની બેંચમાં તૈયાર કરવામાં આવી રહેલી શાનદાર રજૂઆત પર આધારિત છે.
અસહ્ય ગરમી વચ્ચે આઈસ્ક્રીમની ભેટ
મુખ્યત્વે ગુજરાતમાં મોટાપાયે વન્યજીવોને બચાવવા તથા તેમના પુનઃવસનની ઉમદા કામગીરી માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ વનતારા હવે લાઈફસ્ટાઈલ અને રિટેલ સેક્ટરમાં પોતાની કામગીરીનું વિસ્તરણ કરી શકે છે. આ માટેની શરૂઆત અસહ્ય ગરમી વચ્ચે સૌથી સારી ભેટ સ્વરૂપમાં હેન્ડક્રાફટેડ આઈસ્ક્રીમ (Ice cream) છે.
આ નવી બ્રાન્ડે Jio World Drive ખાતે પોતાની શરૂઆત કરી
આ નવી બ્રાન્ડે Jio World Drive ખાતે પોતાની શરૂઆત કરી હતી, જ્યાં Vantara એ એક સ્ટાઈલિશ આઈસ્ક્રીમ ટ્રક એક્સપિરીયન્સ મારફતે આઈસ્ક્રીમના કન્સેપ્ટને શ્રેષ્ઠ રીતે રજૂ કરવામાં આવ્યો હતો. આ ટ્રક ગયા સપ્તાહ 9-10 મે બે દિવસ માટે સર્વિસ પૂરી પાડી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ પ્રીમિયર સ્કૂપ્સ (Premium Scoops)નો સ્વાદ ચાખવાની તક મળી હતી.જૂની યાદો અને પ્રાદેશિક ટેસ્ટ સાથે આ 17 જેટલા ફ્લેવરમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી.
વનતારા ક્રિમરી એક એવું મેન્યૂ ધરાવે છે કે જે ખૂબ જ જાણીતા ઈન્ડિયન કમફર્ટ (Indian Comfort) સાથે ખૂબ જ આનંદદાયક ઈનોવેશન જોવા મળ્યું છે. તેમાં ખાસ આ ફ્લેવર જોવા મળ્યા.
- મલાઈ કુલ્ફી(Malai Kulfi)- એવા લોકો માટે કે જેઓ હંમેશા ક્લાઈસિક્સ પસંદ કરે છે.
- ગુવા ચિલી(Guava Chilli)- એક શાનદાર મીઠો અને તીખો ટ્વિસ્ટ
- ફિલ્ટર કૉફી(Filter Coffee)-કૉફીના ખરા ફેન્સ માટે
- લેમન સોરબે(Lemon Sorbet)- ગર્મમાં પણ ઠંડક આપતું એક ફ્રેશ ડ્રીંક
આ બ્રાન્ડનું કહેવું છે કે તે 17 ફ્લેવર લાઈન-અપમાં છે, જેમાં ઈન્સ્પાયર્ડ ઈન્ગ્રેડિએન્ટ્સ, સ્ટોરીટેલિંગ સાથે પ્રીમિયમ આર્ટિસનલ કેટેગરીમાં બ્રાન્ડને મજબૂતપણે સ્થાપિત કરે છે.
એ2 ગીર ગાયના દૂધ (A2 Gir Cow Milk)માંથી તૈયાર
વનતારાની આ ખાસ રજૂઆતમાં સૌથી મહત્વનું કોઈ આકર્ષણ હોય તો તે એ2 ગીર ગાયના દૂધ (A2 Gir Cow Milk)માંથી ઉત્પાદનોને તૈયાર કરવામાં આવેલ હોવાની બાબત છે. તે એક પ્રીમિયમ ડેરી સામગ્રી (Premium Dairy Ingredient) છે કે જે સમૃદ્ધ સ્વાદ અને મલાઈદાર બનાવટ સાથે સંકળાયેલ છે.
