Maruti Suzuki Price Hike:વધતા ખર્ચ અને મોંઘવારી વચ્ચે મારુતિએ તેની કારની કિંમતોમાં 0.31 ટકા વધારો જાહેર કર્યો

રોમટેરિયલના સતત વધી રહેલા ભાવ વચ્ચે મારુતિ સુઝુકી ઈન્ડિયાએ 22મી નવેમ્બર 2026થી અમલી બને તે રીતે તેના વિવિધ મોડેલની કિંમતોમાં સરેરાશ 0.31 ટકા જેટલો વધારો કરવાની જાહેરાત કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 22 Nov 2026 04:01 PM (IST)Updated: Sun, 22 Nov 2026 04:01 PM (IST)
amid-rising-costs-and-inflation-maruti-has-announced-a-031-percent-increase-in-the-prices-of-its-cars

Maruti Suzuki Price Hike:રોમટેરિયલના સતત વધી રહેલા ભાવ વચ્ચે મારુતિ સુઝુકી ઈન્ડિયાએ 22મી નવેમ્બર 2026થી અમલી બને તે રીતે તેના વિવિધ મોડેલની કિંમતોમાં સરેરાશ 0.31 ટકા જેટલો વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી પ્રમાણે સતત ફુગાવાજન્ય દબાણ અને ખર્ચમાં થઈ રહેલા વધારાની સ્થિતિમાં કંપનીએ મારુતિ સુઝુકીએ ભાવ વધારો કરવાનું પગલું ભરવું પડ્યું છે.

ગ્રાહકો પર છોડવામાં આવ્યો કેટલોક ખર્ચ

આ દરમિયાન કંપની તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે કંપનીએ આ ભાવ વધારો ઓછામાં ઓછા થાય તે માટે પૂરી તકેદારી રાખવામાં આવી છે. કંપનીનું કહેવુ છે કે વધતા ખર્ચની સ્થિતિમાં ખર્ચનો કેટલોક હિસ્સો ગ્રાહકો પર છોડવો ખૂબ જ જરૂરી બન્યો છે. અલબત આ સાથે કંપનીએ કયા મોડેલ પર કેટલો વધારો કરવામાં આવ્યો છે તે અંગે ચોક્કસ માહિતી આપી નથી.

ત્રિમાસિક ગાળાના પરિણામો નબળા રહ્યાં

અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન તેનો પોતાનો ચોખ્ખો નફો 26.9 ટકા ઘટી રૂપિયા 2,415 કરોડ થયો છે. એવી જ રીતે સંચાલકીય આવક પણ 26 ટકા વધીને રૂપિયા 53,340 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષ દરમિયાન રૂપિયા 42,332 કરોડ થયો હતો.

એક વર્ષના પરિણામોની કેવી રહી સ્થિતિ

કંપનીએ સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન વ્યાજ, કરવેરા, ઘસારા અને સંચાલન અગાઉની આવક 6.3 ટકા ગગડીને રૂપિયા 4,764 કરોડ થઈ છે. જ્યારે ઓપરેશનલ માર્જીન ઘટીને 8.90 ટકા ગગડી ગયો છે, જે એક વર્ષ અગાઉ 12 ટકા જેટલો હતો.
કંપની તરફથી અન્ય આવકને લઈ દબાણ જોવા મળી રહ્યું છે. આવક ઘટીને રૂપિયા 430 કરોડ રહી છે, જે ગયા વર્ષની સમાન અવધિમાં રૂપિયા 965 કરોડ આસપાસ રહી હતી.