Indian Energy Bill:ભારતનું ક્રુડ ઓઈલના બિલમાં થયો 60 ટકાનો ઉછાળો, LPG માંગ ધીમી પડી

Indian Energy Bill:ભારતમાં ક્રુડ ઓઈલની આયાતમાં મોટો ઉછાળો આવ્યો છે. જોકે એલપજી ગેસની માંગ ઘટી છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલની માહિતી પ્રમાણે ભારતની ઓઈલની આયાત 60 ટકા વધી 16 અબજ ડોલરને પાર થઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 22 Nov 2026 02:36 PM (IST)Updated: Sun, 22 Nov 2026 02:36 PM (IST)
indias-crude-oil-bill-sees-a-60-per-cent-surge-lpg-demand-slows-down
Crude-Oil-Prices-Today-News-1793685800293.webp

Indian Energy Bill:ભારતમાં ક્રુડ ઓઈલની આયાતમાં મોટો ઉછાળો આવ્યો છે. જોકે એલપજી ગેસની માંગ ઘટી છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલની માહિતી પ્રમાણે ભારતની ઓઈલની આયાત 60 ટકા વધી 16 અબજ ડોલરને પાર થઈ છે. જ્યારે LPG આયાત 1.3 અબજ ડોલર ખર્ચ થયો છે. બીજીબાજુ પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસને લીધે ભારતને આશરે 6.3 અબજ ડોલરની બમ્પર કમાણી થઈ છે. જ્યારે બ્રેન્ટ ક્રુડની સરેરાશ કિંમત વાર્ષિક ધોરણે આશરે બે ગણી વધીને બેરલદીઠ 124.77 ડોલર થઈ છે. વિશ્વ બજારમાં ભૂ-રાજકિય સંકટની અસરને લીધે એનર્જી બિલ સતત વધી રહ્યું છે.

એલપીજી ગ્રાહકોની સંખ્યા 15.1 ટકા ઘટીને 32.6 કરોડ

દરમિયાન વીતલા મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં એલપીજી ગ્રાહકોની સંખ્યા 15.1 ટકા ઘટીને 32.6 કરોડ થઈ છે,એપ્રિલ મહિના દરમિયાન 33.4 કરોડ હતી. એપ્રિલથી ઓક્ટોબર 2026ની અવધિ દરમિયાન ભારતનું ચોખ્ખુ ઈમ્પોર્ટ બિલ 97.7 અબજ ડોલરને પાર થયું છે, જે અગાઉના વર્ષની સમાન અવધિ દરમિયાન 70.3 અબજ ડોલર હતું. એવી જ રીતે ક્રુડ ઓઈલમાં પણ આયાત 2.7 ટકા જેટલી વધી છે પણ તેની પાછળ કરવામાં આવતો ખર્ચ 111 અબજ ડોલર થયો છે અને તે એક વર્ષ અગાઉ આ ખર્ચ 72.3 અબજ ડોલર હતો. તાજેતરમાં ભૂરાજકિય ચિંતા અને ઈરાન-અમેરિકા યુદ્ધને લીધે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં અસહ્ય વધારો થયો છે.

ક્રુડ ઓઈલની કિંમત 116.77 ડોલર ભાવ જોવા મળ્યો હતો

વિશ્વ બજારમાં સરેરાશ ક્રુડ ઓઈલની કિંમત 116.77 ડોલર ભાવ જોવા મળે છે અને ઓક્ટોબર 2025માં આ ભાવ પ્રતિ બેરલ 64.75 ડોલર આસપાસ કામકાજ કરતાં હતા. આ ભાવ વધારાને લીધે ભારતમાં ક્રુડ ઓઈલની વધેલી કિંમતોની અર્થતંત્ર પર ભારે અસર જોવા મળી રહી છે. આ દરમિયાન ભારતની ક્રુડ ઓઈલની બાસ્કેટમાં નોંધપાત્ર વધારો થયો છે.