Amazon In Gujarat:એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2025 પહેલા કંપનીએ આજે અમદાવાદમાં ખરીદી અને વેચાણનાં વલણો જાહેર કર્યા હતા. શહેરમાં ખરીદવામાં આવેલી લોકપ્રિય પ્રોડક્ટ્સમાં સ્માર્ટફોન્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યુટી, ઘર અને રસોડા, કરિયાણાં અને દૈનિક જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુનો સમાવેશ થાય છે. લોકપ્રિય પ્રોડક્ટ્સ વસ્ત્રો, ઘર, રસોડા, વાયરલેસ સહિત ઘણી કેટેગરીઝમાં વેચાય છે.
આ તહેવારની મોસમમાં અમદાવાદના ગ્રાહકો કેટેગરીઝમાં પ્રિમિયમ પસંદગીઓમાં વધુ પ્રાથમિકતા દર્શાવી રહ્યા છે. વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં (2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની તુલનામાં) એમેઝોન ફેશન અને બ્યુટી, લક્ઝરી બ્યુટી અને ઘડિયાળમાં નોંધપાત્ર 30%ની વૃદ્ધિ નોંધાઇ છે.
શહેર પરંપરાગત અને આધુનિકતાનાં અનોખા મિશ્રણને દર્શાવે છે, જેમાં ઓક્સિડાઇઝ્ડ જ્વેલેરી અને કાચકામ કરેલા ચણિયાચોળી, સમકાલિન બાંધણી પ્રિન્ટના કૂર્તાની સાથે સાથે તહેવારો માટે સૌથી વધુ વેચાણ થનારી ચીજવસ્તુઓ તરીકે ઉભરી આવી છે. લગ્નપ્રસંગની ખરીદી સુશોભિત જૂત્તી, રોઝ ગોલ્ડ લગેજ સેટ્સ, અને લાંબા સમય સુધી ચાલતા ફાઉન્ડેશનની માગને પણ વેગ આપી રહી છે.
મોસમી વલણો અલગ રહ્યા છે – નવરાત્રીમાં પરંપરાગત એક્સેસરીઝની માગમાં વધારો થયો છે, દિવાળીમાં પ્રિમિયમ ઘડિયાળો અને સોનાની જ્વેલેરીની શોધમાં વધારો થાય છે, જ્યારે લગ્નની મોસમમાં (નવેમ્બરથી ફેબ્રુઆરી) લક્ઝરી બ્યુટી અને બ્રાઇડલ કલેક્શનની લોકપ્રિયતા ટોચ પર જોવા મળે છે.
એમેઝોન ઈન્ડિયાના ફેશન અને બ્યુટીના નિર્દેશક સિદ્ધાર્થ ભગતે જણાવ્યું હતું કે અમને અમદાવાદમાં ગ્રાહકો દ્વારા આ તહેવારની મોસમમાં પ્રિમિયમ ફેશન અને બ્યુટીને અપનાવી રહ્યા હોવાનું જોઇને આનંદ થાય છે. એમેઝોન ફેશન એન્ડ બ્યુટીમાં અમે ‘વેર-ઇટ-વિથ’ સ્ટાઇલિંગ ના સૂચનો, બ્યુટી અને આઇવેર માટે વર્ચ્યુઅલ ટ્રાઇ-ઓન અને વ્યક્તિગત સૂચનો માટે સ્કિનકેર એનાલાઇઝર જેવી ટેકનોલોજી આધારિત વિશેષતાઓ મારફતે અમારા ગ્રાહકોના ખરીદીના અનુભવને સતત સારો બનાવી રહ્યા છીએ.
આ નવીનીકરણ તહેવારની ખરીદીને માત્ર વધુ અનુકૂળ બનાવતા નથી, પરંતુ વધુ વ્યક્તિગત પણ બનાવે છે, જેમાં ગ્રાહકો પોતાની પસંદ અને પ્રાથમિકતાઓને અનુરૂપ પ્રોડક્ટ્સને શોધવામાં સહાય મળે છે.એમેઝોન ઈન્ડિયાના પ્રોડક્ટ મેનેજમેન્ટ નિર્દેશક વિક્રમ દેશપાંડેએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી એમેઝોન ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટિવલ ભારતના મુખ્ય તહેવારોની ખરીદીની ઉજવણીમાં પરિવર્તિત થયો છે, જે દેશભરમાં લાખો એસએમબી, કારીગરો અને ઉદ્યોગસાહસિકો માટે વૃદ્ધિની તકોનું સર્જન કરે છે.