એમેઝોને તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી એમેઝોન બજાર પર વિશાળ કલેક્શન રજૂ કર્યું

હોમ અને ઓફિસ ડેકોર,ઇલેક્ટ્રોનિક્સ અને ટેક એસેસરીઝ, ફેશન અને લાઈફસ્ટાઈલ સેગમેન્ટમાં રૂપિયા 300થી ઓછી કિંમતમાં ચીજવસ્તુઓ ઓફર કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 13 Oct 2026 10:51 PM (IST)Updated: Tue, 13 Oct 2026 10:51 PM (IST)
amazon-launched-vast-collection-on-its-amazon-bazaar-in-anticipation-of-festive-season
AmazonPrime-Day-1784207380164.jpg

Amazon:તહેવારોની મોસમમાં ગ્રાહકો માટે બજેટ-ફ્રેન્ડલી ખરીદીને વધુ સરળ બનાવતા એમેઝોન ઇન્ડિયાએ તેના ખાસ મૂલ્ય-આધારિત પ્લેટફોર્મ ‘એમેઝોન બજાર’ (Amazon Bazaar) પર ઉત્સવની વસ્તુઓનું વિશાળ કલેક્શન રજૂ કર્યું છે.

એમેઝોન કંપનીએ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન ગ્રાહકો રૂપિયા 300થી ઓછી કિંમતની બ્યૂટી, ફેશન, હોમ ડેકોર અને ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં 3 કરોડથી વધુ વિવિધ પ્રોડક્ટ્સ રજૂ કરી છે.

એમેઝોન બજાર પર ગ્રાહકો વિવિધ કેટેગરીમાં 70% સુધી ડિસ્કાઉન્ટની ઓફર રજૂ કરી છે. ગ્રાહકો પોતાની પસંદગીની પ્રોડક્ટ્સ સરળતાથી શોધી શકે અને વિશ્વાસ સાથે ખરીદી કરી શકે તે માટે રુફસ (Rufus), લેન્સ AI, રિવ્યૂ હાઇલાઇટ્સ અને પ્રાઇઝ હિસ્ટરી જેવા AI-સંચાલિત શક્તિશાળી શોપિંગ ટૂલ્સ પૂરા પાડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે એમેઝોન બજારએ બજેટ પ્રત્યે સભાન ખરીદદારો માટે ફક્ત એમેઝોનની મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ વિશેષ ડેસ્ટિનેશન છે, જ્યાં વધુ ખરીદો, વધુ બચાવો સુવિધા સાથે પરવડે તેવી કિંમતે ગુણવત્તાયુક્ત ચીજો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

હોમ અને ઓફિસ ડેકોર,ઇલેક્ટ્રોનિક્સ અને ટેક એસેસરીઝ, ફેશન અને લાઈફસ્ટાઈલ સેગમેન્ટમાં રૂપિયા 300થી ઓછી કિંમતમાં ચીજવસ્તુઓ ઓફર કરી છે.