વડોદરા, એમટ્રોન કોર્પોરેશનને જાહેરાત કરી છે કે, એના ચેરમેન અને સીઇઓ મુકેશ વસાણીની પસંદગી અમેરિકન એસોસિએશન ઓફ એન્જિનીયર્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન દ્વારા 2026 આંતરપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ માટે થઈ છે. આ સન્માન ઇલેક્ટ્રોનિક્સ એન્જિનીયરિંગ અને ઉત્પાદન ઉદ્યોગમાં તેમના પ્રદાન તથા સમગ્ર અમેરિકા અને ભારતમાં વ્યવસાય સ્થાપિત કરીને તેનું વિસ્તરણ કરવાની તેમની ઉદ્યોગસાહસિકતાની સફરને બિરદાવે છે.
ગુજરાતનાં એક નાનાં ગામમાં પોતાનું મૂળ ધરાવતા વસાણીએ તેમની કારકિર્દીમાં પાછળથી એન્જિનીયરિંગ શિક્ષણ મેળવવાનો નિર્ણય લેવાની સાથે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં સફર શરૂ કરી હતી. તેમણે 32 વર્ષની વયે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનીયરિંગ ટેકનોલોજીનો અભ્યાસ કરવા ઇલિનોઇસમાં ડેવરી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ 2009માં આંતરરાષ્ટ્રીય ધિરાણ કટોકટી વચ્ચે તેમણે અમેરિકામાં સિંગલ યુઝ સર્ફેસ માઉન્ટ ટેકનોલોજી (એસએમટી) ઉત્પાદન લાઇન સાથે એમટ્રોનની સ્થાપના કરી હતી.
ત્યાર બાદ આ વર્ષો દરમિયાન તેમના વ્યવસાયનું વિસ્તરણ પીસીબી એસેમ્બલી, બોક્સ-બિલ્ડ સોલ્યુશન્સ અને સિસ્ટમ ઇન્ટિગ્રેશનમાં ઇલેક્ટ્રોનિક્સ એસેમ્બલી સુધી થયું છે. એમટ્રોને વર્ષ 2011માં ભારતમાં પ્રવેશ કર્યો હતો અને ગુજરાતના વડોદરામાં પોતાનો ઉત્પાદન આધાર સ્થાપિત કર્યો હતો. પછી તેમણે બેંગાલુરુમાં પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું હતું. હાલ ગ્રૂપ સમગ્ર ભારત અને અમેરિકામાં કામ કરે છે, જે એરોસ્પેસ અને સંરક્ષણ, હેલ્થકેર, ઓટોમોટિવ, ઔદ્યોગિક ઉપયોગિતા અને ડિજિટલ માળખાગત સુવિધા સહિત વિવિધ ક્ષેત્રોમાં સેવા આપે છે.
એમટ્રોન કોર્પોરેશનના ચેરમેન અને સીઇઓ મુકેશ વસાણીએ આ સન્માન પર કૃતજ્ઞતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, " AAEIOનું આ સન્માન મેળવવું ગર્વ અને સન્માનની ક્ષણ છે. જ્યારે અમે વર્ષ 2009માં સિંગલ યુઝ એસએમટી લાઇન સાથે શરૂઆત કરી હતી, ત્યારે અમે મર્યાદિત સંસાધનો ધરાવતાં હતાં, પરંતુ અમને જે કામગીરી કરવા ઇચ્છતા હતા એમાં દ્રઢ વિશ્વાસ હતો. એ શરૂઆતના દિવસોથી શરૂ થયેલી સફરમાં અમે અમેરિકા અને ભારતમાં કામગીરીઓ સ્થાપિત કરી છે, જેને અમારા કર્મચારીઓની ખંતપૂર્વકની મહેનત તથા અમારા ગ્રાહકો અને ભાગીદારીઓના ભરોસાએ દિશા આપી છે. મેં એન્જિનીયરિંગ શિક્ષણ મેળવ્યું હોવાથી ભારતીય મૂળના એન્જિનીયરોનાં આ એસોસિએશન પાસેથી એવોર્ડ મેળવવો ખરાં અર્થમાં અર્થસભર છે. હું આ એવોર્ડ એમટ્રોનની સફરમાં પ્રદાન કરનાર દરેકને અર્પણ કરું છું."
જોગાનુજોગે એસોસિએશનની પાંચમી વર્ષગાંઠ પર આ એવોર્ડ માટે શ્રી મુકેશ વસાણીની પસંદગી થઈ છે, જે અમેરિકા અને ભારત વચ્ચે એન્જિનીયરિંગ શિક્ષણ, વ્યાવસાયિક વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને જોડાણને પ્રોત્સાહન આપવાના એના પ્રયાસોનું પ્રતીક છે.
