Ahmedabad News: પ્રસિદ્ધ લીલાવતી હોસ્પિટલના પ્રમોટર મહેતા પરિવાર ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પરિવર્તન નું નવું મિશન હાથ ધર્યું છે. આ પરિવાર દેશભરમાં “લીલાવતી ફાર્મસી” ચેઈન સ્ટોર્સ સ્થાપવા ઉપરાંત ગાંધીનગર ગિફ્ટ સિટીમાં લીલાવતી હોસ્પિટલ સ્થાપવાની કામગીરી હાથ ધરી છે, જે હાલમાં પ્રગતિમાં છે.
લીલાવતી ફાર્મસી પ્રોજેક્ટ, જેમાં વિશ્વકક્ષાની વૈભવી ફાર્મસીઓ બનાવવાનો છે જેમાં દવાઓ અને સર્જીકલ તથા તબીબી સાધનની વ્યાપક શ્રેણી ઓફર ઉપલબ્ધ થશે, જેનું સંચાલન પ્રશાંત મહેતા, પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર કરી રહ્યા છે.
લીલાવતી ફાર્મસી ચેઈન કોમ્યુનિટી મેમ્બર્સ માટે વેલનેસ પ્રોગ્રામ ઓફર કરનાર ભારતની એક માત્ર ફાર્મસી ચેઈન બની રહેશે. ગ્રાહકો ફાર્મસીમાં જ ડોક્ટરને કન્સલ્ટ કરી શકશે અને યોગ્ય સારવાર પણ મેળવી શકશે, જે ગુણવત્તા, સારવારની ઉપલબ્ધિ અને દર્દીલક્ષી સારવાર માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે.
આ પ્રોજેક્ટ અંગે વાત કરતાં પ્રશાંત મહેતાએ જણાવ્યું કે, “અમદાવાદની લીલાવતી ફાર્મસી આગામી પાંચ વર્ષમાં દેશભરમાં 500 સ્ટોર્સ સ્થાપવાની એક મહત્વની મજલનું નોંધપાત્ર કદમ બની રહેશે. અમારું ધ્યેય વિશ્વસ્તરની આરોગ્ય સુવિધા ઉભી કરવાનું છે કે જ્યાં દરેક વ્યક્તિ આસાનીથી પહોંચી ને પોસાય તેવા દરે નિષ્ણાતો પાસેથી ઉત્તમ સારવાર મેળવી શકે.”
મહેતા પરિવાર હંમેશા માનવજાતની સેવા અને પોસાય તેવા દરે ઉચ્ચ-સ્તરની તબીબી સંભાળ પૂરી કરવાની ભારે કટિબધ્ધતા ધરાવે છે. પ્રશાંત મહેતાના માતા-પિતા કિશોર અને ચારુ મહેતાએ 25 વર્ષ પહેલા મુંબઈમાં સુપર સ્પેશિયાલિટી લીલાવતી હોસ્પિટલની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહેતા આરોગ્યસંભાળ પ્રત્યે પરિવારની અતૂટ પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરીને વારસાને આગળ લઈ જઈ રહ્યા છે.
લીલાવતી ફાર્મસી સાહસ તમામ માટે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સુલભ બનાવવાના મહેતા પરિવારના મિશન સાથે સંરેખિત છે. મહેતા ગિફ્ટ સિટીમાં અત્યાધુનિક અને ઓલ-ઇન-વન મેગા હેલ્થ કેર સુવિધા સાથે ગુજરાતમાં લીલાવતી હોસ્પિટલના પ્રવેશનું નેતૃત્વ કરી રહ્યા છે.આ હોસ્પિટલ એડવાન્સ્ડ મેડિકલ સર્વિસીસ પૂરી પાડશે. આ સુવિધા ટૂંક સમયમાં શરૂ કરાશે તથા ગુજરાત અને પશ્ચિમ ભારતમાં હેલ્થ કેર જરૂરિયાતો પૂરી પાડવાની સાથે સાથે આ ક્ષેત્રમાં ગેમ ચેન્જર બની રહેશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
