Adani: અદાણી પાવર અને ડૃક ગ્રીન પાવર ભૂતાનમાં 570 મેગાવોટનો હાઈડ્રો પાવર પ્લાન્ટ સ્થાપશે

દાશો છેવાંગ રિન્ઝિને આ પ્રસંગે કહ્યું હતું કે, 1960ના દાયકાથી ભૂતાન અને ભારત ભૂતાનમાં રહેલી વિશાળ જળવિદ્યુત ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 06 Sep 2025 02:20 PM (IST)Updated: Sat 06 Sep 2025 02:20 PM (IST)
adani-power-and-druk-green-power-to-set-up-570-mw-hydro-power-plant-in-bhutan-598429

Adani Power and Druk Green Power: ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની અદાણી પાવર અને ભૂતાન રાજ્યની માલિકીની જનરેશન યુટિલિટી ડૃક ગ્રીન પાવર કોર્પ. લિ.(DGPC) એ હિમાલ્યન ભૂતાન રાજ્યમાં 570 મેગાવોટ વાંગચુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રકલ્પનું નિર્માણ કરવા માટે શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ પર આજે હસ્તાક્ષર કર્યા છે. આ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર સૈદ્ધાંતિક સમજૂતી કરવા ઉપરાંત અતિ અગત્યના વિકાસકાર ભૂતાનની શાહી સરકાર સાથે પ્રસ્તાવિત પ્લાન્ટ  માટે કન્સેશન એગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

570 મેગાવોટનો હાઈડ્રો પાવર પ્લાન્ટ સ્થાપશે

ભૂતાનના વડાપ્રધાન દાશો ત્શેરીંગ ટોબગે અને અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીની ઉપસ્થિતિમાં થયેલા આ કરારોના પરિણામે અદાણી પાવર અને DGPC માટે બિલ્ડ, ઓન, ઓપરેટ, ટ્રાન્સફર (BOOT) મોડેલ પર પિકિંગ રન-ઓફ-રિવર વાંગચુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રકલ્પના અમલીકરણનો માર્ગ મોકળો થશે. વાંગચુ પ્રકલ્પમાં નવીનીકરણીય ઉર્જા પાવર પ્લાન્ટ અને સંબંધિત માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવા માટે લગભગ રૂપિયા 60 બિલિયનનું રોકાણ કરવામાં આવશે. આ અંગે તૈયાર થયેલ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટના આધારે તેનું નિર્માણકાર્ય 2026ના પહેલા છ માસમાં શરૂ કરી સંપૂર્ણ પ્રકલ્પ પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

અદાણી પાવરના સીઈઓ એસબી ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, ટકાઉ વિકાસમાં ભૂતાન વિશ્વ માટે એક રોલ મોડેલ બન્યું છે. ત્યારે આ નવીનીકરણીય ઉર્જા પ્રકલ્પ દ્વારા દેશના કુદરતી સંસાધનોના વિકાસમાં અગ્રણી ભૂમિકા અદા કરવાના અમારા ઉત્સાહની ફળશ્રુતિ રૂપે શ્રેષ્ઠ કામગીરી દ્વારા વાંગચુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રકલ્પ જ્યારે હાઈડ્રો પાવર ઉત્પાદન ઓછું હોય છે તેવા સમયે ભૂટાનમાં શિયાળામાં ટોચે પહોંચતી માંગને ગંભીરતાથી પૂર્ણ કરવા અમે આશાવાદી છીએ, ઉનાળા દરમિયાન ભુતાન ભારતમાં વીજળી નિકાસ કરશે.

DGPC ના મેનેજિંગ ડાયરેક્ટર દાશો છેવાંગ રિન્ઝિને આ પ્રસંગે કહ્યું હતું કે, 1960ના દાયકાથી ભૂતાન અને ભારત ભૂતાનમાં રહેલી વિશાળ જળવિદ્યુત ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. જળવિદ્યુત ક્ષેત્રમાં આ સહયોગના કારણે બંને દેશોને ખૂબ ફાયદો થયો છે તે બંને દેશો વચ્ચેના અનુકરણીય અને મૈત્રીપૂર્ણ સંબંધોને આભારી છે. ભૂતાન આગામી દાયકામાં ઉચ્ચ આવક ધરાવતો ગ્રોસ નેશનલ હેપ્પીનેસ (GNH) દેશ બનવા પ્રયાસ કરી રહ્યું છે, તેથી તેના નવીનીકરણીય ઉર્જા સંસાધનો જળવિદ્યુત અને સૌરઉર્જામાંથી વિશ્વસનીય અને સસ્તી વીજળીની ઉપલબ્ધતા જેવા પાસાઓના કારણે તેના આર્થિક વિકાસને આગળ વધારવા માટે અન્ય રોકાણોને સક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ બની રહેશે. 

તેમણે વધુમાં ઉમેર્યું કે, 2040 સુધીમાં ભૂતાન વધુ 15,000 મેગાવોટ જળવિદ્યુત અને 5,000 મેગાવોટ સૌરઉર્જા ઉત્પાદનની ક્ષમતા ઉમેરવાની યોજના ધરાવે છે. તેથી  DGPC ૫૭૦ મેગાવોટ વાંગચુ જળવિદ્યુત પ્રકલ્પનું નિર્માણ  કરવા માટે  અદાણી સમૂહ સાથે ભાગીદારી કરતા ખુશ છે. કંપનીનું તકનીકી અને નાણાકીય સામર્થ્ય અને અદાણી સમૂહનો સમૃદ્ધ અનુભવ અને કુશળતાને લક્ષ્યમાં લેતા આ પ્રકલ્પનું ઝડપી અમલીકરણ થશે તેવી અપેક્ષા છે જે અન્ય આવા પ્રકલ્પ માટે એક માપદંડ સ્થાપિત કરશે. દાશોએ ઉમેર્યું હતું કે આ પ્રકલ્પ કાર્યરત થયા બાદ માત્ર ભૂતાનની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત નહી કરે પરંતુ ભુતાન અને ભારત વચ્ચે ગ્રીડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.

અદાણી સમૂહ અને DGPC વચ્ચે મે-2025 માં હાઇડ્રોપાવર વિકસાવવા માટે થયેલી સમજૂતી(MoU) હેઠળ ભુતાનમાં સંયુક્ત રીતે ૫,૦૦૦ મેગાવોટ ક્ષમતાનો પ્રકલ્પ વાંગચુ પહેલો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રકલ્પ છે.