Adani In Fertilizer Business: હવે અદાણી ગ્રુપ ખાતરના બિઝનેસમાં એન્ટ્રી કરશે, રૂપિયા 1500 કરોડમાં ફર્ટિલાઈઝર કંપની ખરીદશે

ગૌતમ અદાણી ખાતરના બિઝનેસમાં પણ ટૂંક સમયમાં એન્ટ્રી મેળવશે.અદાણી ગ્રુપે જયપ્રકાશ એસોસિએટ્સને પોતાને હસ્તક કરી છે તેની ફર્ટીલાઈઝર કંપની જેપી ફર્ટીલાઈઝર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝને ખરીદશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 21 May 2026 06:32 PM (IST)Updated: Thu, 21 May 2026 06:32 PM (IST)
adani-enter-in-fertilizer-business-acquire-jaypee-fertilizer-for-rupee-1500-crore

Adani In Fertilizer Business: દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) વધુ એક નવા બિઝનેશમાં એન્ટ્રી કરવા તૈયારી કરી રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ પાવર સેક્ટર સુધી વિશાળ બિઝનેસ સામ્રાજ્ય ધરાવે છે. હવે ગૌતમ અદાણી ખાતરના બિઝનેસમાં પણ ટૂંક સમયમાં એન્ટ્રી મેળવશે. અદાણી ગ્રુપે જયપ્રકાશ એસોસિએટ્સને પોતાને હસ્તક કરી છે તેની ફર્ટીલાઈઝર કંપની જેપી ફર્ટીલાઈઝર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (Jaypee Fertilizers And Industries)ને ખરીદશે.

ખાતર કંપની હસ્તગત કરવા રૂપિયા 1500 કરોડની સમજૂતી

અદાણી પોર્ટ્સે શુક્રવારે શેરબજાર સમક્ષ આપવામાં આવેલી માહિતીમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ (JAL) સાથે એક શેર ખરીદીને લગતી સમજૂતી કરી છે. જે અંતર્ગત JAL પાસે અત્યારે JP ફર્ટિલાઈઝર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કે જે KFCLની હોલ્ડિંગ કંપની છે તેની 100 ટકા શેર હિસ્સેદારી રૂપિયા 1500 કરોડમાં અધિગ્રહણ કરશે.

JP ફર્ટિલાઈઝર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝને ખરીદશે અદાણીની કંપની

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ કહ્યું છે કે આ અધિગ્રહણ વર્ષ 2031 સુધીમાં પોતાના MMLP એટલે કે મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક) નેટવર્કને 12થી વધારીને 16 કરવા અને વેરહાઉસિંગ ક્ષમતાને 4 ગણા વધારવાની કંપનીની મહત્વકાંક્ષા અનુરૂપ છે.