CGST Taxpayers: CGST કરદાતા માટે મૂલ્યાંકનને લગતા નવા નિયમો સાથે ફ્રેમવર્ક ટૂંક સમયમાં જાહેર થશે

CGST Taxpayers:સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) હેઠળ રજિસ્ટ્રેશન ધરાવતા હોય તેવા કરદાતા માટે એક ખાસ વ્યવસ્થા રજૂ કરવામાં આવશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 19 Nov 2026 08:54 AM (IST)Updated: Thu, 19 Nov 2026 08:54 AM (IST)
a-framework-along-with-new-rules-regarding-assessment-for-cgst-taxpayers-will-be-announced-soon

CGST Taxpayers:સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) હેઠળ રજિસ્ટ્રેશન ધરાવતા હોય તેવા કરદાતા માટે એક ખાસ વ્યવસ્થા રજૂ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થા ટૂંક સમયમાં અમલી બને તેવી શક્યતા છે. આ અંગે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક મુસદ્દો તૈયાર કરીને રજૂ કરશે.

બે કેટેગરીમાં વિભાજીત કરવાની યોજના

સૂચિત ફ્રેમવર્ક અંગે CBICના ચેરમેન વિવેક ચતુર્વેદીએ માહિતી આપી હતી કે GST હેઠળ રજિસ્ટર્ડ થયેલ કરદાતાને બે કેટેગરીમાં વિભાજીત કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રથમ કેટેગરીમાં એવા કરદાતા કે જે કોઈ એક રાજ્યમાં અથવા વિવિધ રાજ્યોમાં એક મોટા કરદાતા છે અને બીજી કેટેગરીમાં નાના ઉદ્યોગ સાહસિકો કે જેઓ કોઈ ચોક્કસ ભૌગોલિક સ્થિતિ હેઠળ રજિસ્ટર્ડ થયેલ છે તેમનો સમાવેશ કરવામાં આવશે.

70 લાખ કરદાતા વચ્ચે વ્યવસ્થા

અત્રે ઉલ્લેખનીય છે કે CGST હેઠળ એવા રજિસ્ટર્ડ આશરે 70 લાખ કરદાતા પૈકી એક બે લાખ કરદાતા એવા છે કે જેઓ એક જ રાજ્ય અથવા વિવિધ રાજ્યોમાં CGST અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે. આ અગાઉ ગત 8 ઓક્ટોબરના રોજ જે 57મી GST પરિષદની બેઠક યોજાઈ હતી ત્યારબાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે માહિતી આપી હતી કે CGST કરદાતા માટે ફેસલેસ એસેસમેન્ટને લગતો એક મુસદ્દા ફ્રેમવર્કને ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવશે અને તેને નાણાકીય વર્ષ 2027-2028થી જ અમલી બનાવી દેવામાં આવશે.

GST હેઠળ રજિસ્ટર્ડ કરદાતા

તાજેતરમાં પરોક્ષ કરવેરા અને CBIC બાબતના ચેરમેન વિવેદ ચતુર્વેદીએ માહિતી આપી હતી કે GST હેઠળ રજિસ્ટર્ડ કરદાતાને બે કેટેગરીમાં વહેચવાથી સમગ્ર વ્યવસ્થા તર્કસંગત બનશે અને સમગ્ર કાર્યમાળખાને વધારે કુશળ અને અસરકારક બનાવી શકાશે. 

એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ મારફતે રજૂ

આ સાથે જ આ સૂચિત ફ્રેમવર્ક હેઠળ આવતી ટેક્સ નોટિસ, સુનાવણી તથા સંબંધિત આદેશોને લગતી કામગીરી સાથે વિવિધ કાર્યાલયોને બદલે તેને એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ મારફતે રજૂ કરવામાં આવશે.