8th Pay Commission:8માં પગાર પંચની બેઠક જયપુર ખાતે પૂરી થઈ ગઈ છે અને હવે આગામી બેઠક ચેન્નઈમાં 7 અને 8 સપ્ટેમ્બરના રોજ યોજાશે. જયપુરની બેઠકમાં કર્મચારી અને પેન્શનર્સના પ્રતિનિધિ સંસ્થાએ 8માં પગાર પંચ સાથે અનેક મુદ્દા પર ચર્ચા કરી છે. જોકે આ ચર્ચામાં સૌથી ખાસ વાત એ છે કે દર વર્ષે થતા ઈન્ક્રીમેન્ટ છે.
અત્યારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને 3 ટકાનું વાર્ષિક ઈન્ક્રીમેન્ટ આપવામાં આવી રહ્યું છે. કર્મચારીઓ અને પેન્શનર્સનું કહેવું છે કે મોંઘવારીને ધ્યાનમાં રાખીએ તો આ વધારો પર્યાપ્ત નથી. સરકારે ઓછામાં ઓછા 7 ટકા ઈન્ક્રીમેન્ટ રેટ વાર્ષિક ધોરણે રાખવો જોઈએ.
ઓલ ઈન્ડિયા ન્યુ પેન્શન સ્કીમ કર્મચારી ફેડરેશન(AINPSEF)એ દર વર્ષે 7 ટકા ઈન્ક્રીમેન્ટની માંગ રજૂ કરી છે. આ સંજોગોમાં જો 7 ટકા ઈન્ક્રીમેન્ટ કર્મચારીઓને મળે છે તો તેમના પગાર અને પેન્શનર્સના પેન્શનમાં કેટલો વધારો થઈ શકે છે તે અંગે વધુ માહિતી જોશું.
ધારો કે લેવલ-8 કર્મચારીઓના બેઝીક પગાર રૂપિયા 47,600 છે અને 8માં પગાર પંચમાં 2.15 ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી છે તો કૂલ બેસિક પગાર વધી રૂપિયા 1,02,340 થઈ જશે. DA અને HRAને સામેલ કર્યાં બાદ કૂલ પગાર વધારે વધી જશે.
7 ટકા ઈન્ક્રીમેન્ટ પર 5 વર્ષમાં કેટલો વધશે પગાર
જો આ બેસિક પગાર પર દર વર્ષ 7 ટકા ઈન્ક્રીમેન્ટ નક્કી કરવામાં આવે છે તો પહેલા વર્ષે પગાર રૂપિયા 12,28,000, બીજા વર્ષે રૂપિયા 13,14,046, ત્રીજા વર્ષે રૂપિયા 14,06,029, ચોથા વર્ષે રૂપિયા 15,04,451, પાંચમાં વર્ષ રૂપિયા 16,09,762 થઈ જશે.
કર્મચારીઓને મળશે રૂપિયા 29 લાખ
આ રીતે આગળ પણ 7 ટકા ઈન્ક્રીમેન્ટ પર વધારા પર ગણતરી કરવામાં આવે તો 10માં વર્ષમાં વાર્ષિક પગાર વધારો રૂપિયા 1,69,67,703 થઈ જશે. એટલે કે 7 ટકા ઈન્ક્રીમેન્ટ લાગુ થયા બાદ 10 વર્ષ બાદ તમારે રૂપિયા 29 લાખ એક્સ્ટ્રા ફક્ત પગારથી મળે છે.
