7th Pay Commission :આ રાજ્યમાં કર્મચારીઓને મળી મોટી ભેટ, DAમાં કરવામાં આવ્યો ભારે વધારો, કોને લાભ મળશે તે જાણો

7th Pay Commission:છઠ્ઠ પૂજા અગાઉ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં બિહાર સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા(DA) અન પેન્શનર્સ માટે મોંઘવારી રાહત (DR)માં 3 ટકાનો વધારો જાહેર કર્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 11 Nov 2026 01:27 PM (IST)Updated: Wed, 11 Nov 2026 01:50 PM (IST)
7th-pay-commission-employees-in-these-states-receive-a-major-gift-a-substantial-hike-in-da-has-been-announced

7th Pay Commission:છઠ્ઠ પૂજા અગાઉ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં બિહાર સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા(DA) અન પેન્શનર્સ માટે મોંઘવારી રાહત (DR)માં 3 ટકાનો વધારો જાહેર કર્યો છે. આ સાથે જ 7માં પગાર પંચ અંતર્ગત આ દર 60 ટકાથી વધારી 63 ટકા થઈ ગયું છે. સુધારેલા દર 1લી જુલાઈ 2026ની અગાઉથી લાગુ થશે.

આ વધારો કરાયો તેમાં જૂના પગાર માળખા હેઠળ આવતા કર્મચારી અને પેન્શનર્સનો સમાવેશ થાય છે. આ છઠ્ઠા પંચ અંતર્ગત DA/DR 262 ટકાથી વધારી 269 ટકા કરી છે, જ્યારે પાંચમાં પગાર પંચ હેઠળ આ દર 483 ટકાથી વધી 497 ટકા થઈ ગયા છે.

આ ઉપરાંત વધારાની મૂળ પગાર અથવા પેન્શન પર આધાર રાખશે. જેમ કે 7માં પગાર પંચ હેઠળ રૂપિયા 30 હજાર મૂળ પગાર મેળવનાર કર્મચારીને દર મહિને DAના સ્વરૂપમાં રૂપિયા 900 વધારે મળશે. જેથી આ ભથ્થા રૂપિયા 18000 થી વધી રૂપિયા 18900 થઈ જશે.

આ રીતે રૂપિયા 20 મૂળ પેન્શન મેળવનાર પેન્શનર્સને DR સ્વરૂપમાં દર મહિને રૂપિયા 600 વધારાની રકમ મળશે. જેથી આ રકમ રૂપિયા 12,000થી વધી રૂપિયા 12,600 થશે.

બિહાર સરકારનો આ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા 28 ઓક્ટોબરના રોજ આ જાહેરાત બાદ આવી છે, જેમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે DAમાં 3 ટકા વધારો કરવામાં આવ્યો છે. તે અંતર્ગત 1 જુલાઈ 2026થી DA દર 60 ટકાથી વધારી 63 ટકા થઈ જશે.આ સાથે જ DR એટલે કે મોંઘવારી રાહતમાં કરવામાં આવેલ વધારાથી કેન્દ્ર સરકારના પેન્શનર્સને પણ લાભ મળશે.