TVS iQube MillionR Edition: ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની વધતી લોકપ્રિયતા વચ્ચે TVS iQubeએ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. TVS iQubeની 10 લાખ યુનિટના વેચાણનો આંકડો પાર થતાં કંપનીએ આ ખાસ પ્રસંગની ઉજવણી માટે TVS iQube MillionR Special Edition લોન્ચ કર્યું છે. આ નવા એડિશનમાં આકર્ષક ડિઝાઇન સાથે વધુ સ્ટોરેજ, USB Type-C ચાર્જિંગ અને 145 કિમી સુધીની રેન્જ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
TVS iQube MillionR Special Edition
આ પણ વાંચો
ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ સતત વધી રહી છે. આ દરમિયાન TVS Motor Companyએ પોતાના લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર TVS iQubeની 10 લાખ યુનિટના વેચાણનો મહત્વનો આંકડો પાર કર્યો છે. આ ખાસ ઉપલબ્ધિની ઉજવણી કરવા માટે કંપનીએ TVS iQube MillionR Special Edition લોન્ચ કર્યું છે. નવા મોડલમાં ખાસ ડિઝાઇન, નવા ગ્રાફિક્સ અને વધારાના યુટિલિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.
ઓરોરા ગ્રીન કલરમાં ખાસ ડિઝાઇન
TVS iQube MillionR Special Editionને ખાસ Aurora Green ડ્યુઅલ-ટોન કલરમાં રજૂ કરવામાં આવ્યું છે. આ કલર નોર્ધન લાઇટ્સથી પ્રેરિત હોવાનું કંપનીએ જણાવ્યું છે. સ્કૂટરમાં પ્રીમિયમ સીટ અપહોલ્સ્ટ્રી, ખાસ MillionR બેજિંગ અને નવા ગ્રાફિક્સ મળે છે, જે તેને સ્ટાન્ડર્ડ iQubeથી અલગ લુક આપે છે.
સ્ટોરેજ વધીને 35.5 લીટર થયું
ડેઇલી ઉપયોગને ધ્યાનમાં રાખીને સ્કૂટરમાં નવું ફ્રન્ટ યુટિલિટી સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ આપવામાં આવ્યું છે. તેના કારણે iQubeની કુલ સ્ટોરેજ ક્ષમતા 32 લીટરથી વધીને 35.5 લીટર થઈ ગઈ છે. આ ઉપરાંત ફોન અને અન્ય ડિવાઇસ ચાર્જ કરવા માટે USB Type-C ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યો છે.
145 કિમી સુધીની રેન્જ
TVS iQube MillionR Special Edition 3.5 kWh બેટરી વેરિઅન્ટ પર આધારિત છે. કંપનીના જણાવ્યા અનુસાર તે એક ચાર્જમાં 145 કિમી સુધીની IDC રેન્જ આપે છે. સ્કૂટરમાં 118થી વધુ કનેક્ટેડ ટેક્નોલોજી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે, જેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી અને સ્માર્ટ નેવિગેશન જેવી સુવિધાઓ સામેલ છે.
TVS iQube MillionRની કિંમત
કિંમતની વાત કરીએ તો TVS iQube MillionR Special Editionની એક્સ-શોરૂમ કિંમત ₹1,40,138 રાખવામાં આવી છે. જ્યારે TVS iQube પોર્ટફોલિયોની એક્સ-શોરૂમ કિંમત ₹1,11,310થી શરૂ થાય છે. કંપની Battery-as-a-Service (BaaS) વિકલ્પ પણ આપે છે, જેના કારણે TVS iQubeની કિંમત ₹59,999થી શરૂ થાય છે. આ વિકલ્પ ઇલેક્ટ્રિક સ્કૂટરને વધુ કિફાયતી બનાવવાનો પ્રયાસ છે.
10 લાખ ગ્રાહકોનો મહત્વનો માઇલસ્ટોન
TVS iQubeની 10 લાખ યુનિટનું વેચાણ કંપની માટે મોટું માઇલસ્ટોન છે. MillionR Special Edition દ્વારા TVSએ આ સફળતાને ગ્રાહકો સાથે ઉજવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ ડિઝાઇન, વધારાનું સ્ટોરેજ, USB Type-C પોર્ટ અને લાંબી રેન્જને કારણે આ સ્પેશિયલ એડિશન ડેઇલી રાઇડ માટે આકર્ષક વિકલ્પ બની શકે છે.
