TVS Motor Company Expands:ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં વિશ્વના અગ્રણી ગ્રુપ ટીવીએસ વેણુની TVS મોટર કંપનીએ અમદાવાદમાં બિઝનેસ વિસ્તરણના ભાગરૂપે નવુ ત્રીજુ અધિકૃત ડીલરશીપ M/s તિરુસાઈ ઓટોલિંક શરૂ કરવાની જાહેરાત કરી છે.આ પહેલ સાથે કંપની શહેરમાં તેની રિટેલ ઉપસ્થિતિને મજબૂત બનાવવાની સાથે ગ્રાહકો માટે વાહન ખરીદવાનું અને તેને લગતી સર્વિસ મેળવવાનું વધુ સરળ બનાવશે.
આ નવો શોરૂમ મોટેરા વિસ્તારમાં વિશ્વકર્મા કોલેજ રોડ પર સ્થિત છે.અહીં ગ્રાહકોને વાહન પસંદ કરવાથી માંડી ખરીદી સુધીનો ઉત્તમ અનુભવ મળશે. ડીલરશીપ ગ્રાહકોની પરિવહનની વૈવિધ્ય જરૂરિયાતોને પહોંચી વળતાં TVS મોટર કંપનીની પેસેન્જર અને કાર્ગો થ્રી વ્હિલર્સની સંપૂર્ણ રેન્જ સહિત વ્યાપક પોર્ટફોલિયો ધરાવે છે.
આ નવા ડીલરશીપનું ઉદ્યાટન TVS મોટર કંપનીના કમર્શિયલ મોબિલિટી બિઝનેસ હેડ રજત ગુપ્તા અને ડીલર પાર્ટનર પીયૂષ રમેશભાઈ પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
આ ઉદ્યાટન અંગે TVS મોટર કંપનીના કોમર્શિયલ મોબિલિટી બિઝનેસ હેડ રજત ગુપ્તાએ જણાવ્યુ હતું કે અમદાવાદ અમારા માટે ખૂબ જ મહત્વનું માર્કેટ છે.તિરુસાઈ ઓટોલિંકના રૂપમાં અમારું આ ત્રીજું ડીલરશીપ ગ્રાહકો સુધી પહોંચવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે.અમે અમારા વ્યાપક કોમર્શિયલ મોબિલિટી પોર્ટફોલિયોની ઉપલબ્ધતાનું સતત વિસ્તરણ કરતાં વેચામ અને સર્વિસનો શ્રેષ્ઠ અનુભવ આપવાની ખાતરી કરીએ છીએ. M/s તિરૂસાઈ ઓટોલિંક સાથે ભાગીદારી અમને અમદાવાદ અને આસપાસના પ્રદેશોના ગ્રાહકોને ટકાઉ, ઈનોવેટિવ અને ગ્રાહક કેન્દ્રિત મોબિલિટી સોલ્યુશન્સ પૂરા પાડવા સક્ષમ બનાવે છે.
TVS મોટર કંપની અત્યારે ગુજરાતમાં 50 ડીલરશીપ ટચપોઈન્ટ અને 50 સર્વિસ ટચપોઈન્ટ ધરાવે છે.માલિકી અનુભવમાં વધારો કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કંપની રાજ્યભરમાં તેના રિટેલ અને સર્વિસ નેટવર્કને મજબૂત બનાવવાનું જારી રાખે છે. જે ગ્રાહકની જરૂરિયાતો અને બજાર તકોને સંરેખિત છે.
