New TVS iQube S Price And Features: ઈલેક્ટ્રીક સ્કૂટર સેગમેન્ટમાં TVS મોટર કંપનીએ પોતાના વર્તમાન ઈલેક્ટ્રીક સ્કૂટર રેન્જને લઈને એક મોટી અપડેટ આપી છે. કંપનીએ પોતાના લોકપ્રિય TVS આઈક્યૂબ એસ (TVS iQube S)ને પુનઃ લૉન્ચ કર્યું છે.
કંપનીએ થોડા સમય પહેલા જ આ સ્કૂટરને પોતાની વેબસાઈટ પરથી હટાવી લીધુ હતુ. જે બાદ TVS iQube S સ્કૂટર કંપનીએ બંધ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતુ, પરંતુ હવે તે મોટા બેટરી પેક સાથે માર્કેટમાં ફરીથી પરત ફરી ચૂક્યું છે.
હવે 175 કિલોનમીટરની રેન્જમાં મળશે
નવું TVS iQube S હવે 4.7 kWh બેટરી પેક સાથે આવે છે, જે જૂના 3.5 kWh વર્ઝનને રિપ્લેશ કરે છે. કંપનીનો દાવો છે કે, આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 175 કિલોમીટર (IDC) રેન્જ આપે છે, જે પહેલાની સરખામણીમાં ખૂબ જ ઉત્તમ ડ્રાઈવિંગ રેન્જ છે. આ અપટેડ ખાસ કરીને એવા યુઝર્સ માટે ફાયદેમંદ નીવડશે, જેઓ દરરોજ લાંબુ અંતર કાપે છે.
પર્ફોમન્સ અને સ્પીડ
સ્કૂટરના મેકેનિકલ સ્પેસિફિકેશનમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. જે આ પ્રકારે છે
- મોટર પાવર: 4.4 kW (પીક આઉટપુટ)
- ટૉપ સ્પીડઃ 82 km/h
- 0-40 km/h: 4.3 સેકન્ડ
વજન અને ડિઝાઈન
મોટી બેટરી હોવાના કારણે સ્કૂટરનું વજન થોડું વધી ગયું છે. હવે નવા સ્કૂટરનું વજન 128.8 કિલોગ્રામ થઈ ગયું છે. જ્યારે 0 થી 80 ટકા ચાર્જ થવામાં સ્કૂટરને લગભગ 4 કલાક લાગે છે.
TVS કંપનીએ આ વખતે બેટરીને અપડેટ કરવાની સાથે-સાથે બે નવા આકર્ષક રંગ પણ ઉમેર્યા છે. જેમાં પ્રથમ મેગ્નેફિસેન્સ પર્પલ બેઝ અને બીજો હાર્લેક્વિન બ્લૂ બેઝ કલર છે. આ ઉપરાંત ટાઈટેનિયમ ગ્રે મેટ પહેલાથી જ ઉપલબ્ધ છે. હવે જો કિંમતની વાત કરીએ તો, નવા TVS iQube Sની કિંમત 1.37 લાખ રૂપિયા (એક્સ શૉ રૂમ, દિલ્હી, સબસિડી સહિત) રાખવામાં આવી છે.
