Electric Scooter Subsidy: પેટ્રોલના ભાવ 97ને પાર! ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો આ છે બેસ્ટ ટાઇમ; PM E-DRIVE યોજનાની મુદત વધી, જાણો કેટલો ફાયદો થશે?

જો તમે પણ પેટ્રોલના ખર્ચથી કંટાળીને નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સરકારના નવા નિયમો અને સબસિડી વિશે ખાસ જાણી લો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 16 May 2026 11:33 PM (IST)Updated: Sat, 16 May 2026 11:33 PM (IST)
petrol-price-crosses-97-this-is-the-best-time-to-buy-an-electric-scooter-pm-e-drive-scheme-extended-know-how-much-benefit-will-there-be
(AI-Geminiની મદદથી ઇમેજ તૈયાર કરાઈ છે.)

Electric Scooter Subsidy Gujarat 2026: વધતી જતી મોંઘવારી વચ્ચે વાહનચાલકોને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3થી વધુનો મોટો વધારો ઝીંકી દીધો છે. આ ભાવવધારા બાદ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ વધીને ₹97.43 થી ₹97.49 પ્રતિ લિટર ની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે ગુજરાતના અન્ય શહેરોમાં પણ સરેરાશ ભાવ ₹97.50 ને પાર થઈ ગયા છે. જો તમે પણ પેટ્રોલના ખર્ચથી કંટાળીને નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સરકારના નવા નિયમો અને સબસિડી વિશે ખાસ જાણી લો.

કેન્દ્ર સરકારની PM E-DRIVE યોજના: જુલાઈ 2026 સુધી વધી મુદત

કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી PM E-DRIVE (PM Electric Drive Revolution in Innovative Vehicle Enhancement) યોજનાની મુદત ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે લંબાવીને 31 જુલાઈ 2026 કરવામાં આવી છે.

નિયમ: આ યોજના હેઠળ પ્રતિ kWh પર ₹2,500 ની સબસિડી મળે છે.

મહત્તમ લિમિટ: વાહન દીઠ કુલ સબસિડી ₹5,000 સુધી મર્યાદિત રાખવામાં આવી છે.

શરત: આ લાભ માત્ર ₹1.5 લાખથી ઓછી એક્સ-ફેક્ટરી કિંમત ધરાવતા અને એડવાન્સ લિથિયમ-આયન બેટરીવાળા સ્કૂટર પર જ મળશે. આધાર કાર્ડ આધારિત e-KYC દ્વારા શોરૂમ પર જ આ ડિસ્કાઉન્ટ સીધું બિલમાંથી બાદ મળી જાય છે.

ગુજરાત સરકારના બેવડા લાભ: વિદ્યાર્થીઓ અને શ્રમિકો માટે સ્પેશિયલ સ્કીમ

ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટ ખરીદી પરની સામાન્ય સબસિડીઓ મર્યાદિત કરાઈ છે, પરંતુ ચોક્કસ વર્ગો માટે ખાસ યોજનાઓ ચાલુ છે:

વિદ્યાર્થીઓ માટે (GEDA Scheme): ગુજરાતના ધોરણ-12 કે કોલેજના વિદ્યાર્થીઓ GEDA પોર્ટલ દ્વારા ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા પર નિયમોને આધીન ₹12,000 ની ફ્લેટ સબસિડી મેળવી શકે છે. આમાં કોઈ કૌટુંબિક આવક મર્યાદા નથી.

શ્રમિકો માટે 'ગો ગ્રીન યોજના': જો તમે ગુજરાતના કારખાના કે સંસ્થામાં કામ કરતા રજિસ્ટર્ડ શ્રમિક છો, તો સરકાર ખરીદ કિંમતના 30% અથવા મહત્તમ ₹30,000 સુધીની સબસિડી સીધી બેંક ખાતામાં આપે છે.

RTO ટેક્સમાં 5%નો સીધો ફાયદો

ગુજરાત સરકારના બજેટના લેટેસ્ટ નિયમ પ્રમાણે, રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ આપવા માટે મોટર વ્હીકલ ટેક્સ (RTO Tax) 6% થી ઘટાડીને માત્ર 1% કરી દેવામાં આવ્યો છે. એટલે કે વાહન ખરીદતી વખતે સીધી 5% ની બચત ઓન-રોડ પ્રાઇસમાં જોવા મળશે.

કઈ બ્રાન્ડ્સના મોડલ સબસિડી માટે પાત્ર છે?

હાલમાં એડવાન્સ લિથિયમ બેટરી અને સરકારી નિયમો (FAME/PM E-DRIVE) હેઠળ માન્યતા પ્રાપ્ત ટોચની કંપનીઓ આ મુજબ છે:

  • OLA Electric: Ola S1 X, Ola S1 Air, Ola S1 Pro
  • TVS Motor: TVS iQube, TVS iQube ST
  • Ather Energy: Ather 450X, Ather Rizta
  • Bajaj Auto: બજાજ ચેતક (Chetak)
  • Hero Vida: Vida V1 Plus અને Pro મોડલ્સ