Vastu Tips: ઘરથી બહાર નીકળતી વખતે આ ભૂલો ક્યારેય ના કરશો, નહીંતર નિષ્ફળતા જ હાથ લાગશે

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરેથી નીકળતી વખતે કેટલીક ભૂલો ટાળવી જોઈએ જેથી દિવસભરના કામમાં સફળતા મળે. ઝઘડા ટાળવા, પાછળ ન જોવું અને સ્વચ્છ પ્રવેશદ્વાર જાળવવાથી નકારાત્મકતા દૂર રહે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 25 Jul 2026 03:42 PM (IST)Updated: Sat, 25 Jul 2026 03:42 PM (IST)
vastu-tips-in-gujarati-4-mistakes-you-should-never-make-while-leaving-home

Vastu Tips For Leaving Home: વાસ્તુ શાસ્ત્રમાં વ્યક્તિની દરેક આદત અને ઘરની તમામ દિશાઓના મહત્ત્વ વિશે ખાસ વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, વાસ્તુમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવામાં આવે, તો સફળતા વ્યક્તિના કદમો ચુમે છે. આવી જ કેટલીક માન્યતા વ્યક્તિના ઘરેથી બહાર નીકળતી વખતના સમય વિશેની છે.


હકીકતમાં ઘરેથી બહાર નીકળતી વખતે આપણી નાનામાં નાની આદતો આખા દિવસની ઉર્જા, માનસિક સ્થિતિ તેમજ કામકાજ પર અસર કરે છે. એવામાં જો આપણાથી અજાણતામાં કેટલીક ભૂલો થઈ જાય, તો તેના કારણે માનસિક તણાવ, કામમાં અડચણ અને નકારાત્મક્તાનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ ઘરેથી નીકળતી વખતે આપણે કંઈ-કંઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ..

  • ઝઘડા બાદ ગુસ્સામાં ક્યારેય ઘરેથી ના નીકળશોઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરેથી નીકળતા પહેલા પરિવારના કોઈ પણ સભ્યો સાથે ઝઘડો કરવો કે માથાકૂટ કરવાને અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી આપણું મન અશાંત રહે છે અને દિવસભર કરવામાં આવતા કામોમાં કોઈને કોઈ અડચણ આવવાની સંભાવના વધી જાય છે.
  • ઘરેથી નીકળ્યા બાદ વારંવાર પાછળ વળીને ના જોશોઃ જો તમે કોઈ જરૂરી કામ માટે ઘરેથી નીકળી રહ્યા હોવ, તો ઉંબરો વટાવ્યા બાદ ક્યારેય પાછળ વળીને ના જોશો. ઘરેથી નીકળ્યા બાદ કોઈ કારણ વિના વારંવાર પાછળ જોવું શુભ નથી માનવામાં આવતું. એવું માનવામાં આવે છે કે, વારંવાર પાછળ જોવાથી કામમાં ગમે ત્યાંથી અવરોધ ઉભા થાય છે.
  • તૂટેલા જૂતા કે ચંપલ પહેરીને ના નીકળશોઃ વાસ્તુ શાસ્ત્રમાં ફાટેલા કે તૂટેલા જૂતા-ચંપલ પહેરવાને અશુભ માનવામાં આવે છે. જે આર્થિક સમસ્યા તેમજ આત્મવિશ્વાસમાં કમીનું કારણ બને છે. આથી હંમેશા ઘરેથી બહાર નીકળતી વખતે સ્વચ્છ અને સારા હોય તેવા જ જૂતા-ચંપલ પહેરવાનો આગ્રહ રાખો. જેથી તમારા કામ પણ કોઈ અવરોધ વિના પુરા થાય.
  • ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને હંમેશા સ્વચ્છ રાખવોઃ આવી જ રીતે વાસ્તુમાં ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સકારાત્મક ઉર્જાના સંચારનું મુખ્ય માધ્યમ ગણવામાં આવે છે. આથી જો ઘરની બહાર નીકળતી વખતે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ ગંદકી, કચરો કે ભંગાર પડ્યો હોય, તો તે નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકે છે. આથી ઘરના મુખ્ય પ્રવેશદ્વારને હંમેશા સ્વચ્છ રાખવાનો આગ્રહ રાખવો જોઈએ.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.