Thumb Lines Palmistry: હસ્તરેખા શાસ્ત્રમાં હાથની મુખ્ય રેખાઓ જ નહીં, પરંતુ આંગળીઓ અને અંગુઠાની રેખાઓનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. ખાસ કરીને અંગુઠાને વ્યક્તિની ઈચ્છાશક્તિ, સમજણ શક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતાનું પ્રતિક માનવામાં આવે છે.
અંગુઠાની બનાવટ અને તેના પર બનેલી કેટલીક વિશિષ્ટ રેખાઓ અત્યંત શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે લોકોના અંગુઠા પર આવી ચોક્કસ રેખાઓ હોય છે, તેઓને જીવનમાં અપાર ધન, અઢળક માન-સન્માન અને પ્રગતિની અનેક નવી તકો સામે ચાલીને મળે છે. તો ચાલો જાણીએ અંગુઠાની કંઈ રેખાઓ આપને ભાગ્યશાળી બનાવે છે.
અંગુઠા પર અંગ્રેજી અક્ષર Uનું નિશાન
હસ્તરેખા શાસ્ત્રમાં અંગુઠા પર અંગ્રેજી અક્ષર 'U'નું નિશાન ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. આ નિશાન અંગુઠાના મધ્યમમાં અથવા તેના નીચેના ભાગમાં દેખાવું જોઈએ, તેવી માન્યતા છે.
એવું કહેવાય છે કે, જે લોકોના અંગૂઠા પર સ્પષ્ટ Uનું નિશાન હોય, તે બુદ્ધિમાન હોવાની સાથે-સાથે ભાગ્યશાળી હોય છે. આવા લોકોને જીવનમાં ધન-સંપત્તિ, માન-સન્માન અને સુખ-સુવિધા સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. આટલું જ નહીં, આવા લોકો પોતાના સમાજ અને પરિવારનું નામ રોશન કરવામાં પણ આગળ હોય છે.
અંગૂઠાના બે વેઢા
મોટાભાગે અંગૂઠામાં બે મુખ્ય વેઢા હોય છે. આ વેઢા પર એક પ્રકારની રેખાઓથી જ બને છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જે જાતકોના અંગૂઠામાં ત્રણ વેઢા બને છે, તો તેમને ખૂબજ નસીબદાર માનવામાં આવે છે.
અંગૂઠાના પ્રથમ વેઢાને વ્યક્તિની ઈચ્છાશક્તિ સાથે સાંકળવામાં આવે છે. એવું મનાય છે કે, આ વેઢો સ્પષ્ટ હોય, તો તે વ્યક્તિ જ્યાં સુધી પોતાના લક્ષ્યને હાંસલ ના કરી લે, ત્યાં સુધી પાછળ નથી હટતી.
બીજા વેઢાનો સબંધ જ્ઞાન અને તર્ક સાથે માનવામાં આવે છે. આવો અંગૂઠો વ્યક્તિની વિચારવાની અને કોઈ પણ નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત બનાવે છે. જ્યારે ત્રીજા વેઢાને અંતર્જ્ઞાન સાથે જોડવામાં આવે છે. આવી વ્યક્તિઓમાં પહેલાથી જ કોઈપણ પરિસ્થિતિનો અંદાજો લગાવવાની કુદરતી ક્ષમતા હોય છે.
લાંબા અંગૂઠા શું દર્શાવે છે?
હસ્તરેખા શાસ્ત્રમાં લાંબા અંગૂઠાને વ્યક્તિની મજબૂત બુદ્ધિમત્તા સાથે સાંકળીને જોવામાં આવે છે. આવા વ્યક્તિઓ પોતાના નિર્ણયો જાતે જ લેતા હોય છે અને પરિસ્થિતિને પારખીને પોતાની સમજણ મુજબ આગળ વધવામાં વિશ્વાસ ધરાવે છે. આવા લોકો પોતાના તમામ કામ વ્યવસ્થિત રીતે થાય, તેવો આગ્રહ રાખે છે અને પોતાના વિચારો ઉપર દ્રઢ રહે છે.
