રક્ષાબંધન 2026 ક્યારે છે? 27 કે 28 ઓગસ્ટ, જાણો રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત અને ભદ્રા કાળ

રક્ષાબંધન 2026 27 કે 28 ઓગસ્ટે ઉજવાશે? જાણો ગુજરાત પ્રમાણે રક્ષાબંધનની સાચી તારીખ, રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત, પૂર્ણિમા તિથિ અને ભદ્રા કાળની સંપૂર્ણ માહિતી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 24 Aug 2026 02:02 PM (IST)Updated: Mon, 24 Aug 2026 02:02 PM (IST)
raksha-bandhan-2026-date-27-or-28-august-shubh-muhurat-rakhi-tying-time-bhadra-kaal-gujarat

Raksha Bandhan 2026 date and time: રક્ષાબંધન 2026ની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે કે આ વર્ષે રાખડી 27 ઓગસ્ટે બાંધવી કે 28 ઓગસ્ટે. હિંદુ પંચાંગ મુજબ શ્રાવણ સુદ પૂર્ણિમા 27 ઓગસ્ટે સવારે શરૂ થઈને 28 ઓગસ્ટે સવારે પૂર્ણ થશે. ઉદયા તિથિના આધારે આ વર્ષે રક્ષાબંધન 28 ઓગસ્ટ, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. તો ચાલો જાણીએ ગુજરાત મુજબ રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત અને ભદ્રા કાળનો સમય.

રક્ષાબંધન 2026 ક્યારે છે?

હિંદુ પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9:08 વાગ્યે શરૂ થશે અને 28 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9:48 વાગ્યે પૂર્ણ થશે. ઉદયા તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે પૂર્ણિમા તિથિ બે તારીખે આવતી હોવાથી ઘણા લોકોના મનમાં રક્ષાબંધન 27 ઓગસ્ટે છે કે 28 ઓગસ્ટે તેને લઈને મૂંઝવણ છે. પરંતુ ઉદયા તિથિ અનુસાર 28 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવું યોગ્ય માનવામાં આવે છે.

રક્ષાબંધન 2026 રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત

28 ઓગસ્ટે ભાઈના કાંડા પર રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય સવારે 6:23 વાગ્યાથી 9:48 વાગ્યા સુધીનો રહેશે. આ સમય દરમિયાન બહેનો ભાઈને રાખડી બાંધી શકે છે. આ ઉપરાંત, જો સવારે રાખડી બાંધવી શક્ય ન હોય તો અભિજીત મુહૂર્તમાં બપોરે 12:14 વાગ્યાથી 1:05 વાગ્યા સુધી પણ રાખડી બાંધી શકાય છે.

રક્ષાબંધન 2026 ભદ્રા કાળ ક્યારે રહેશે?

રક્ષાબંધનના દિવસે ભદ્રા કાળને લઈને પણ લોકોમાં ખાસ ચિંતા રહે છે. ધાર્મિક માન્યતા અનુસાર ભદ્રા દરમિયાન શુભ કાર્ય કરવાનું ટાળવામાં આવે છે. આ વર્ષે ભદ્રા કાળ 27 ઓગસ્ટના રોજ રહેશે અને 28 ઓગસ્ટના સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થઈ જશે. તેથી 28 ઓગસ્ટે સવારે રાખડી બાંધવાના શુભ મુહૂર્ત દરમિયાન ભદ્રાનો કોઈ અવરોધ રહેશે નહીં.

27 ઓગસ્ટ કે 28 ઓગસ્ટ, કઈ તારીખે બાંધવી રાખડી?

પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટે સવારે શરૂ થતી હોવા છતાં રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026ના રોજ ઉજવવામાં આવશે. તેનું મુખ્ય કારણ ઉદયા તિથિ છે. એટલે જો તમને પણ પરિવાર કે મિત્રો તરફથી રક્ષાબંધનની તારીખને લઈને 27 અને 28 ઓગસ્ટ વચ્ચે મૂંઝવણ થઈ રહી હોય, તો આ વર્ષે 28 ઓગસ્ટે રાખડી બાંધવાની તૈયારી રાખો.

રક્ષાબંધન 2026ના મહત્વના સમય

  • રક્ષાબંધનની તારીખ: 28 ઓગસ્ટ 2026, શુક્રવાર
  • પૂર્ણિમા તિથિ શરૂ: 27 ઓગસ્ટ, સવારે 9:08 વાગ્યે
  • પૂર્ણિમા તિથિ પૂર્ણ: 28 ઓગસ્ટ, સવારે 9:48 વાગ્યે
  • રાખડી બાંધવાનો મુખ્ય શુભ મુહૂર્ત: સવારે 6:23થી 9:48 વાગ્યા સુધી
  • અભિજીત મુહૂર્ત: બપોરે 12:14થી 1:05 વાગ્યા સુધી
  • ભદ્રા કાળ: 28 ઓગસ્ટના સૂર્યોદય પહેલાં પૂર્ણ

રક્ષાબંધનનું મહત્વ

રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના સુખી અને સ્વસ્થ જીવનની કામના કરે છે. ભાઈ પણ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે અને તેને ભેટ આપે છે. આ વર્ષે રક્ષાબંધનની તારીખને લઈને થોડી મૂંઝવણ હોવા છતાં ગુજરાત પ્રમાણે 28 ઓગસ્ટ 2026ના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવશે અને સવારે 6:23થી 9:48 સુધી રાખડી બાંધવાનો શુભ સમય રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.