કૈંચી ધામના ચમત્કારિક સંત: જાણો નીમ કરોલી બાબાના અદભુત જીવન સફર અને અનોખા ચમત્કારો વિષે!

નીમ કરોલી બાબાનો જન્મ ઉત્તર પ્રદેશના અકબરપુર નામના ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, અને તેમનું સાચું નામ લક્ષ્મણ નારાયણ શર્મા હતું. ખૂબ જ નાની ઉંમરે તેમનું મન અધ્યાત્મ અને ભક્તિ તરફ વળ્યું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 26 Sep 2026 12:07 PM (IST)Updated: Sat, 26 Sep 2026 12:07 PM (IST)
neem-karoli-baba-kainchi-dham-miracles-life-story-steve-jobs-mark-zuckerberg
નીમ કરોલી બાબાની જીવન કથા

Neem Karoli Baba Life Story: ઉત્તરાખંડના નૈનીતાલ નજીક આવેલું 'કૈંચી ધામ' આજે વિશ્વભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને દિવ્ય શાંતિનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. અહીં આવનાર દરેક શ્રદ્ધાળુને એક અનોખી સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે. આ પવિત્ર આશ્રમની સ્થાપના 1964 માં નીમ કરોલી બાબા દ્વારા કરવામાં આવી હતી.

કોણ હતા નીમ કરોલી બાબા?

નીમ કરોલી બાબાનો જન્મ ઉત્તર પ્રદેશના અકબરપુર નામના ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, અને તેમનું સાચું નામ લક્ષ્મણ નારાયણ શર્મા હતું. ખૂબ જ નાની ઉંમરે તેમનું મન અધ્યાત્મ અને ભક્તિ તરફ વળ્યું હતું. આ જ કારણે તેમણે ઘરબાર છોડી દીધું અને જ્ઞાનની શોધમાં એક તપસ્વી બનીને આખા દેશમાં ભ્રમણ શરૂ કર્યું હતું.

નામ 'નીમ કરોલી બાબા' કેવી રીતે પડ્યું?

બાબાના જીવન સાથે જોડાયેલો એક ખૂબ જ જાણીતો કિસ્સો છે. એકવાર તેઓ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી રહ્યા હતા, જેથી ટિકિટ ચેકરે (TTE) તેમને 'નીબ કરૌરી' નામના ગામ પાસે ટ્રેનમાંથી નીચે ઉતારી દીધા. પરંતુ જેવા બાબા ટ્રેનમાંથી નીચે ઉતર્યા, ટ્રેન ચાલુ જ ન થઈ! આખરે રેલવે અધિકારીઓએ તેમની માફી માંગી અને જેવા બાબા ફરી ટ્રેનમાં બેઠા કે તુરંત જ ટ્રેન ચાલુ થઈ ગઈ. આ ચમત્કાર બાદ લોકો તેમને 'નીમ કરોલી બાબા' તરીકે ઓળખવા લાગ્યા.

અનોખા ચમત્કારો અને સરળ શિખ

બાબાના જીવન સાથે અનેક અદભુત ચમત્કારો જોડાયેલા છે. એકવાર કૈંચી ધામમાં ભંડારા દરમિયાન ઘી ખૂટી પડતાં બાબાના કહેવાથી લોકોએ નદીનું પાણી કડાઈમાં નાખ્યું અને તે આશ્ચર્યજનક રીતે શુદ્ધ દેશી ઘી બની ગયું હતું. તેઓ કોઈપણ વ્યક્તિના મનની વાત કહ્યા વગર જાણી લેતા હતા.

તેઓ ક્યારેય અઘરા કે કઠિન ઉપદેશ આપતા ન હતા. તેમની સરળ શીખ હતી: "દરેક વ્યક્તિની સેવા કરો, બધા સાથે પ્રેમથી રહો, ભગવાનને હંમેશા યાદ કરો અને સાચું બોલો." ગરીબોની મદદ કરવી અને ભૂખ્યાને ભોજન કરાવવું એ જ તેમની મતે ભગવાનની સાચી પૂજા હતી.

સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગની મુલાકાત

એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ પોતાના કપરા સમયમાં શાંતિની શોધમાં કૈંચી ધામ આવ્યા હતા, જ્યાંના વાતાવરણે તેમની વિચારસરણી બદલી નાખી હતી. ત્યારબાદ સ્ટીવ જોબ્સની સલાહથી ફિશબુકના માલિક માર્ક ઝુકરબર્ગ પણ ૨૦૧૫માં કૈંચી ધામ આવ્યા હતા અને તેમણે કબૂલ્યું હતું કે અહીંથી તેમને પોતાના લક્ષ્ય માટે નવી દિશા અને માનસિક શાંતિ મળી.

11 સપ્ટેમ્બર 1973ના રોજ બાબાએ મહાસમાધિ લીધી હતી, પરંતુ આજે પણ તેમની દિવ્ય હાજરી અને શિક્ષણ કરોડો ભક્તોના હૃદયમાં જીવંત છે.