Ganpati Thal Lyrics Gujarati: સમગ્ર દેશમાં હિન્દુ ધર્મનો અત્યંત મહત્વપૂર્ણ અને ઉલ્લાસભર્યો તહેવાર એટલે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi). 10 દિવસ સુધી ચાલતાં આ ભવ્ય મહોત્સવ દરમિયાન ભક્તો ભગવાન ગણપતિ બાપ્પાની સ્થાપના કરીને પૂરા ભક્તિભાવપૂર્વક તેમની પૂજા-અર્ચના કરે છે.
હિન્દુ ધર્મમાં સવાર-સાંજ પૂજા અને આરતી પૂર્ણ થયા બાદ ભગવાનને વિશેષ ભોગ ધરાવીને થાળ ગાવાની પ્રાચીન પરંપરા છે. ગુજરાતમાં 'ગણપતિ બાપ્પા જમવા વહેલા આવોને...' થાળ ખૂબ જ લોકપ્રિય છે. આ થાળ દ્વારા ભક્તો અત્યંત શ્રદ્ધા અને ભાવુકતાથી વહાલા ગજાનનને લાડુ, મોદક અને વિવિધ પકવાનો જમવા માટે પ્રેમપૂર્વક આગ્રહ કરે છે, જે ભગવાન અને ભક્ત વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમ તેમજ અતૂટ આસ્થાનું પ્રતીક છે.
ગણપતિ બાપ્પાનો થાળ | Ganpati Thal Lyrics Gujarati
હે ગજાનંદ ગણપતિ બાપ્પા, જમવા વહેલા આવોને
પાર્વતીના પુત્ર પ્યારા, જમવા વહેલા આવોને
જમવા પધારો બાપ્પા, જમવા પધારો ને
જમવા પધારો બાપ્પા, જમવા પધારો ને
રિદ્ધિ-સિદ્ધિના પ્યારા પતિ, જમવા વહેલા આવોને
રિદ્ધિ-સિદ્ધિના પ્યારા પતિ, જમવા વહેલા આવોને
સોમવારે ચૂરમાના લાડુ જમવા વહેલા આવોને
સાથે પીરસીશું શીરો-પૂરી, જમવા વહેલા આવોને
મંગળવારે મોદકના લાડુ જમવા વહેલા આવોને
સાથે પીરસીશું મોહનથાળ, જમવા વહેલા આવોને
બુધવારે બરફી-પેંડા જમવા વહેલા આવોને
સાથે પીરસીશું બૂંદીના લાડુ, જમવા વહેલા આવોને
ગુરુવારે ગુલાબજાંબુ જમવા વહેલા આવોને
સાથે પીરસીશું ખીર-ખાજા, જમવા વહેલા આવોને
શુક્રવારે શ્રીખંડ-પૂરી જમવા વહેલા આવોને
સાથે પીરસીશું સુખડી-લાપસી, જમવા વહેલા આવોને
શનિવારે સૂતરફેણી જમવા વહેલા આવોને
સાથે પીરસીશું બાસુંદી-ગારી, જમવા વહેલા આવોને
ને રવિવારે રસમલાઈ જમવા વહેલા આવોને
સાથે પીરસીશું રસગુલ્લા, જમવા વહેલા આવોને
લવિંગ, સોપારી, એલચી મુખવાસ કરવા આવોને
સાથે આપો પાનનાં બીડલાં, આરોગવા આવોને
જળ જમુનાની ઝારી ભરી, આચમન કરવા આવોને
જળ ગંગાનું ભરી ઝારી, આચમન કરવા આવોને
ભક્તો ભાવે ચમર ઢોળે, જમવા વહેલા આવોને
ભક્તો ભાવે ચમર ઢોળે, જમવા વહેલા આવોને
ગજાનંદ ગણપતિ બાપ્પા, જમવા વહેલા આવોને
પાર્વતીના પુત્ર પ્યારા, જમવા વહેલા આવોને
જમવા પધારો બાપ્પા, જમવા પધારો ને
જમવા પધારો બાપ્પા, જમવા પધારો ને
ગજાનંદ ગણપતિ બાપ્પા, જમવા વહેલા આવોને
રિદ્ધિ-સિદ્ધિના પ્યારા પતિ, જમવા વહેલા આવોને
ગજાનન ગણપતિ બાપ્પા, જમવા વહેલા આવોને
ગજાનન ગણપતિ બાપ્પા, જમવા વહેલા આવો આવોને
