Ganpati Thal in Gujarati, Ganesh Chaturthi 2025: સમગ્ર દેશમાં હિન્દુ ધર્મનો અત્યંત મહત્વપૂર્ણ અને ઉલ્લાસભર્યો તહેવાર, ગણેશ ઉત્સવ, આજે 27 ઓગસ્ટ, બુધવારથી ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2025) નિમિત્તે શરૂ થઈ ગયો છે. દસ દિવસ સુધી ચાલનારા આ ભવ્ય મહોત્સવ દરમિયાન ભક્તો ભગવાન ગણપતિ બાપ્પાની પૂરા ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરે છે.
ગણપતિને પ્રસન્ન કરવા માટે પૂજા-વિધિ, સવાર-સાંજ આરતી અને ત્યારબાદ વિશેષ થાળ બનાવીને ભગવાનને ભોજન માટે આમંત્રિત કરવાની પરંપરા છે. આ વિશેષ ભોગને 'થાળ' તરીકે ઓળખવામાં આવે છે, જે ગણેશજીને અર્પણ કરવામાં આવે છે. આ માટે ગણપતિને આમંત્રિત કરવાની પરંપરા છે. આજે ગુજરાતી જાગરણ તમને આ આર્ટિકલમાં ગણપતિને ભોજન કરાવતી વેળાએ બોલાતો થાળ વિશે જણાવશે.
ગણપતિનો થાળ - Ganpati Thal Lyrics
હે ગજાનંદ ગણપતિ બાપ્પા જમવા વેહલા આવોને
પાર્વતીના પુત્ર પ્યારા જમવા વેહલા આવોને
જમવા પધારો બાપ્પા જમવા પધારોને
જમવા પધારો બાપ્પા જમવા પધારોને
રિદ્ધિ સિદ્ધિના પ્યારા પતિ જમવા વેહલા આવોને
રિદ્ધિ સિદ્ધિના પ્યારા પતિ જમવા વેહલા આવોને
સોમવારે ચૂરમા લાડુ જમવા વેહલા આવોને
સાથે પીરશું શિરોપુરી જમવા વેહલા આવોને
મંગળવારે મોદક લાડુ જમવા વેહલા આવોને
સાથે પીરશું મોહન થાળ જમવા વેહલા આવોને
બુધવારે બરફી પેંડા જમવા વેહલા આવોને
સાથે પીરશું લાડુ બુંદી જમવા વેહલા આવોને
ગુરુવારે ગુલાબ જાંબુ જમવા જમવા વેહલા આવોને
સાથે પીરશું ખીર ખાજા જમવા વેહલા આવોને
શુક્રવારે શ્રીખંડપુરી જમવા વેહલા આવોને
સાથે પીરશું સુખડી લાપસી જમવા વેહલા આવોને
શનિવારે સુતર ફેણી જમવા વેહલા આવોને
સાથે પીરશું બાસુંદી ગારી જમવા વેહલા આવોને
ને રવિવારે રસમલાઈ જમવા વેહલા આવોને
સાથે પીરસુ રસગુલ્લા જમવા વેહલા આવોને
લવિંગ સોપારી એલચી મુખવાસ કરવા આવોને
સાથે આપો પાનના બીડલા આરોગવાને આવોને
જળ જમુનાની જારી ભરી આચમન કરવા આવોને
જળગંગા ની ભરી જ્યારી આચમન કરવા આવોને
ભક્તો ભાવે ચમર ઢોળે જમવા વેહલા આવોને
ભક્તો ભાવે ચમર ઢોળે જમવા વેહલા આવોને
ગજાનંદ ગણપતિ બાપ્પા જમવા વેહલા આવોને
પાર્વતીના પુત્ર પ્યારા જમવા વેહલા આવોને
જમવા પધારો બાપ્પા જમવા પધારોને
જમવા પધારો બાપ્પા જમવા પધારોને
ગજાનંદ ગણપતિ બાપ્પા જમવા વેહલા આવોને
રિદ્ધિ સિદ્ધિના પ્યારા પતિ જમવા વેહલા આવોને
ગજાનન ગણપતિ બાપ્પા જમવા વેહલા આવોને
ગજાનન ગણપતિ બાપ્પા જમવા વેલા આવો આવોને