Ganpati No Thal | ગણપતિ બાપ્પાનો થાળ

Ganpati No Thal | Ganesh Thal Lyrics In Gujarati: ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા અને ભોગ ધરાવતી વખતે 'ગણપતિ બાપ્પાનો થાળ' ગાવામાં આવે છે. અહીં વાંચો સંપૂર્ણ થાળના લિરિક્સ શુદ્ધ ગુજરાતીમાં.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 09 Sep 2026 12:44 PM (IST)Updated: Wed, 09 Sep 2026 12:44 PM (IST)
ganesh-ganpati-thal-lyrics-in-gujarati

Ganpati No Thal | Ganesh Thal Lyrics In Gujarati: હિંદુ ધર્મમાં ગણેશોત્સવનું અનેરું મહત્વ છે. આ પવિત્ર દિવસો દરમિયાન ભક્તો ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પૂજા, આરતી, મંત્ર જાપ અને ભજનોની સાથે પ્રેમપૂર્વક વિવિધ વાનગીઓનો ભોગ ધરાવે છે. શ્રી ગણેશને ભોજન અર્પણ કરતી વખતે 'ગણપતિ બાપ્પાનો થાળ' ગાવાની વિશેષ પરંપરા છે. આ થાળ ભક્તિભાવથી ભરપૂર છે, જેના પદોમાં બાપ્પાને પધારવા અને ભોજન ગ્રહણ કરવા માટે ભાવભરી વિનંતી કરવામાં આવે છે.

ગણેશ પૂજામાં 'થાળ' નું શું છે મહત્વ?

દેવી-દેવતાઓને નૈવેદ્ય અર્પણ કરતી વખતે થાળ ગાવાથી પૂજાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. 'ગણપતિ બાપ્પાનો થાળ' ગાતી વખતે ભક્તો ભગવાન ગણેશ, માતા પાર્વતી અને રિદ્ધિ-સિદ્ધિનું સ્મરણ કરે છે. આ થાળમાં અઠવાડિયાના 7 દિવસ (સોમવારથી રવિવાર) મુજબ અલગ-અલગ મિષ્ટાન્ન અને વાનગીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે ભક્તો દરરોજ બાપ્પાને નવો અને સ્વાદિષ્ટ ભોગ અર્પણ કરવાની ભાવના રાખે છે. થાળના અંતે જળ અને મુખવાસ અર્પણ કરવાનો ભાવ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ લેખમાં વાંચો ગણપતિ બાપ્પાના થાળના સંપૂર્ણ ગુજરાતી લિરિક્સ (Ganpati Thal Lyrics Gujarati) અને ભક્તિભાવથી બાપ્પાની આરાધના કરો.

ગણપતિ બાપ્પાનો થાળ | Ganpati Thal Lyrics Gujarati

હે ગજાનંદ ગણપતિ બાપ્પા, જમવા વહેલા આવોને
પાર્વતીના પુત્ર પ્યારા, જમવા વહેલા આવોને
જમવા પધારો બાપ્પા, જમવા પધારો ને
જમવા પધારો બાપ્પા, જમવા પધારો ને

રિદ્ધિ-સિદ્ધિના પ્યારા પતિ, જમવા વહેલા આવોને
રિદ્ધિ-સિદ્ધિના પ્યારા પતિ, જમવા વહેલા આવોને

સોમવારે ચૂરમાના લાડુ જમવા વહેલા આવોને
સાથે પીરસીશું શીરો-પૂરી, જમવા વહેલા આવોને

મંગળવારે મોદકના લાડુ જમવા વહેલા આવોને
સાથે પીરસીશું મોહનથાળ, જમવા વહેલા આવોને

બુધવારે બરફી-પેંડા જમવા વહેલા આવોને
સાથે પીરસીશું બૂંદીના લાડુ, જમવા વહેલા આવોને

ગુરુવારે ગુલાબજાંબુ જમવા વહેલા આવોને
સાથે પીરસીશું ખીર-ખાજા, જમવા વહેલા આવોને

શુક્રવારે શ્રી‍ખંડ-પૂરી જમવા વહેલા આવોને
સાથે પીરસીશું સુખડી-લાપસી, જમવા વહેલા આવોને

શનિવારે સૂતરફેણી જમવા વહેલા આવોને
સાથે પીરસીશું બાસુંદી-ગારી, જમવા વહેલા આવોને

ને રવિવારે રસમલાઈ જમવા વહેલા આવોને
સાથે પીરસીશું રસગુલ્લા, જમવા વહેલા આવોને

લવિંગ, સોપારી, એલચી મુખવાસ કરવા આવોને
સાથે આપો પાનનાં બીડલાં, આરોગવા આવોને

જળ જમુનાની ઝારી ભરી, આચમન કરવા આવોને
જળ ગંગાનું ભરી ઝારી, આચમન કરવા આવોને

ભક્તો ભાવે ચમર ઢોળે, જમવા વહેલા આવોને
ભક્તો ભાવે ચમર ઢોળે, જમવા વહેલા આવોને

ગજાનંદ ગણપતિ બાપ્પા, જમવા વહેલા આવોને
પાર્વતીના પુત્ર પ્યારા, જમવા વહેલા આવોને
જમવા પધારો બાપ્પા, જમવા પધારો ને
જમવા પધારો બાપ્પા, જમવા પધારો ને

ગજાનંદ ગણપતિ બાપ્પા, જમવા વહેલા આવોને
રિદ્ધિ-સિદ્ધિના પ્યારા પતિ, જમવા વહેલા આવોને

ગજાનન ગણપતિ બાપ્પા, જમવા વહેલા આવોને
ગજાનન ગણપતિ બાપ્પા, જમવા વહેલા આવો આવોને