Toothache: દાંતમાં દુખાવો કેમ થાય છે? જાણો કારણો, લક્ષણો અને અસરકારક ઘરેલુ ઉપાય

Tooth Pain: દાંતમાં દુખાવો કેમ થાય છે? જાણો દાંતના દુખાવાના મુખ્ય કારણો, લક્ષણો અને તેનાથી રાહત મેળવવાના કેટલાક સરળ અને અસરકારક ઘરેલુ ઉપાયો વિશે વિગતવાર માહિતી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 15 Jul 2026 09:23 AM (IST)Updated: Wed, 15 Jul 2026 09:28 AM (IST)
toothache-causes-symptoms-and-home-remedies-in-gujarati
દાંતનો દુખાવો થવાના કારણો, લક્ષણો અને ઉપાય (AI Generated Image)

Toothache Causes, Symptoms and Home Remedies in Gujarati: દાંતમાં દુખાવો (Toothache) એવી સામાન્ય પરંતુ ખૂબ જ પીડાદાયક સમસ્યા છે, જે કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. શરૂઆતમાં હળવો દુખાવો લાગતો હોય છે, પરંતુ સમયસર ધ્યાન ન આપવાથી તે ગંભીર બની શકે છે. દાંતમાં કીડા, મસૂડાંનો ચેપ, અકલ દાઢ (Wisdom Tooth), દાંત તૂટી જવો અથવા અન્ય ડેન્ટલ સમસ્યાઓ તેના મુખ્ય કારણો હોઈ શકે છે.

ઘણા લોકો દાંતના દુખાવા માટે તરત જ પેઇનકિલર લેતા હોય છે, પરંતુ કેટલીક સરળ ઘરગથ્થુ રીતો પણ થોડા સમય માટે રાહત આપી શકે છે. જોકે, આ ઉપાયો માત્ર અસ્થાયી રાહત માટે છે અને મૂળ કારણની સારવાર માટે ડેન્ટિસ્ટનો સંપર્ક કરવો જરૂરી છે. આ લેખમાં આપણે જાણીશું કે દાંતમાં દુખાવો શું છે, તેના પ્રકારો, કારણો, બાળકોમાં દાંતના દુખાવાના કારણો, અકલ દાઢ શું છે, ઘરગથ્થુ ઉપાયો, ખાવા-પીવાની યોગ્ય રીત અને ક્યારે ડૉક્ટર પાસે જવું જોઈએ.

દાંતનો દુખાવો શું છે? (What is Toothache in Gujarati?)

દાંતનો દુખાવો એ એક સામાન્ય પરંતુ અત્યંત પીડાદાયક સમસ્યા છે. જ્યારે દાંતની નસો અથવા પેઢામાં સોજો આવે છે, ચેપ લાગે છે કે કોઈ ઈજા થાય છે, ત્યારે આ દુખાવો ઉદ્ભવે છે. આયુર્વેદ અનુસાર, દાંતનો દુખાવો મુખ્યત્વે શરીરમાં 'વાત દોષ' વધવાને કારણે થાય છે. દાંતના દુખાવાને લીધે જમવામાં, બોલવામાં અને ક્યારેક તો ઊંઘવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. શરૂઆતમાં જ જો તેની યોગ્ય કાળજી લેવામાં આવે તો મોટી મુશ્કેલીથી બચી શકાય છે.

દાંતના દુખાવાના પ્રકાર (Toothache Types in Gujarati)

દાંતનો દુખાવો સામાન્ય રીતે બે પ્રકારનો જોવા મળે છે:

શાર્પ ટુથ પેઇન (Sharp Tooth Pain): આ પ્રકારનો દુખાવો ખૂબ જ તીવ્ર અને અચાનક થાય છે. ખાસ કરીને જ્યારે તમે કંઈક ચાવો છો અથવા વાત કરો છો ત્યારે તે ચમકારા મારે છે.

ડલ ટુથ પેઇન (Dull Tooth Pain): આ દુખાવો ધીમો હોય છે પરંતુ લાંબા સમય સુધી સતત રહે છે. વધારે ગરમ કે ઠંડી વસ્તુ ખાવાથી તે અચાનક વધી શકે છે.

દાંતના દુખાવાના કારણો (Causes of Toothache in Gujarati) 

દાંતમાં દુખાવો થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે:

કેવિટી (દાંતમાં સડો): દાંતની યોગ્ય સફાઈ ન કરવાથી કીટાણુઓ ઉત્પન્ન થાય છે જે દાંતમાં સડો કે કેવિટી કરે છે.

નબળા પેઢા: બ્રશ કરવાની ખોટી રીતથી દાંતના મૂળ અને પેઢા નબળા પડી જાય છે.

બેક્ટેરિયલ ઇન્ફેક્શન: મોંમાં બેક્ટેરિયા જમા થવાથી ઇન્ફેક્શન થાય છે.

વધુ પડતું ગળ્યું ખાવું: મીઠાઈ કે ચોકલેટ ખાધા પછી દાંત સાફ ન કરવાથી તેમાં રહેલી ખાંડ એસિડ ઉત્પન્ન કરે છે જે દાંતને નુકસાન પહોંચાડે છે.

કેલ્શિયમની ઉણપ: શરીરમાં કેલ્શિયમની કમીથી દાંત નબળા પડે છે અને દુખાવો ચાલુ થાય છે.

દાંત તૂટવો કે ઈજા થવી: કોઈ અકસ્માત કે પડી જવાથી દાંત તૂટી જવાથી દુખાવો થાય છે.

બાળકોમાં દાંતના દુખાવાના કારણો (Causes of Dental Pain in Children in Gujarati) 

નાના બાળકોને દાંતનો દુખાવો વારંવાર સતાવતો હોય છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:

  • વધારે પ્રમાણમાં ચોકલેટ, જંક ફૂડ, કેન્ડી કે ગળી વસ્તુઓ ખાવી.
  • દાંતની યોગ્ય રીતે સફાઈ ન કરવી (રાત્રે બ્રશ કર્યા વગર સૂઈ જવું).
  • દૂધના દાંત પડવા અને નવા દાંત આવવા.
  • બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે દાંતમાં સડો (Cavity) થવો.

અક્કલ દાઢ શું છે? (What is Wisdom Tooth in Gujarati) 

આ દાઢ સામાન્ય રીતે ૧૭ થી ૨૫ વર્ષની ઉંમર વચ્ચે ફૂટે છે. પરંપરાગત માન્યતા અનુસાર આ ઉંમરે વ્યક્તિમાં પુખ્તતા અને 'અક્કલ' (સમજણ) આવે છે, તેથી તેને બોલચાલની ભાષામાં 'અક્કલ દાઢ' કહેવામાં આવે છે (અંગ્રેજીમાં પણ તેને 'Wisdom' Tooth જ કહેવાય છે). જોકે, તેનો તમારી બુદ્ધિ સાથે કોઈ જ વૈજ્ઞાનિક સંબંધ નથી!

જ્યારે અક્કલ દાઢમાં તકલીફ હોય ત્યારે જોવા મળતા લક્ષણો: (Wisdom Tooth Symptoms in Gujarati) 

  • દાઢની આસપાસના પેઢામાં ભારે સોજો આવવો અને તે લાલ થઈ જવા.
  • જડબામાં સખત દુખાવો થવો, જેનો ચમકારો ક્યારેક કાન અને માથા સુધી પહોંચે.
  • મોં પૂરું ખોલવામાં કે ખોરાક ચાવવામાં મુશ્કેલી પડવી.
  • અડધી બહાર આવેલી દાઢમાં ખોરાક ભરાઈ રહેવાથી સડો (Cavity) થવો અને મોંમાંથી દુર્ગંધ આવવી.

દાંતના દુખાવા માટેના ઘરગથ્થુ ઉપચારો (Home Remedies for Toothache in Gujarati)

લવિંગ (Cloves for Toothache) 

દાંતના દુખાવામાં લવિંગ સૌથી ઉત્તમ અને લોકપ્રિય ઉપાય છે. દુખતા દાંતની નીચે એક લવિંગ દબાવી રાખવાથી તરત રાહત મળે છે. તમે દુખતા ભાગ પર રૂની મદદથી લવિંગનું તેલ પણ લગાવી શકો છો.

લસણ (Garlic for Tooth Pain) 

લસણમાં 'એલિસિન' (Allicin) નામનું કુદરતી એન્ટી-બેક્ટેરિયલ તત્ત્વ હોય છે. લસણની એક કળીને થોડા મીઠા સાથે દુખતા દાંત નીચે દબાવીને ચાવવાથી દુખાવો તરત મટે છે.

હિંગ (Hing for Teeth Pain) 

હિંગ અને લીંબુ (અથવા મોસંબી) ના રસને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને રૂમાં પલાળીને દુખતા દાંત પાસે મૂકો. આ દાંતના દુખાવાથી તરત આરામ અપાવતો દેશી ઉપાય છે.

હળદર (Turmeric for Toothache Treatment) 

હળદર એક નેચરલ એન્ટી-બાયોટિક છે. હળદર, થોડું મીઠું અને સરસવના તેલને મિક્સ કરીને તેની પેસ્ટ દાંત પર ઘસવાથી દુખાવો અને પેઢાનો સોજો ઝડપથી દૂર થાય છે.

બટાકા (Potato to Treat Dental Pain) 

કાચા બટાકાનો એક નાનો ટુકડો કાપીને તેને દુખતા દાંત પાસે રાખીને ધીમે-ધીમે ચાવો. બટાકાની ઠંડક અને તેના રસથી દુખાવામાં આરામ મળે છે.

ડુંગળી (Onion for Tooth Pain Treatment) 

ડુંગળીમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણો મોંના કીટાણુઓને નાશ કરે છે. દાંતમાં દુખાવો થતો હોય ત્યારે કાચી ડુંગળીનો ટુકડો દુખતા ભાગ પર રાખો અથવા તેને થોડીવાર ચાવો.

બેકિંગ સોડા (Baking Soda for Toothache) 

રૂના એક નાના ટુકડાને પાણીમાં પલાળીને તેના પર થોડો બેકિંગ સોડા લગાવો. આ રૂને દુખતા દાંત પર મૂકી રાખવાથી ઇન્ફેક્શન દૂર થાય છે અને દુખાવો ઓછો થાય છે.

કાળા મરી (Black Pepper to Treat Teeth Pain) 

કાળા મરીનો પાવડર અને મીઠું સમાન માત્રામાં લો. તેમાં થોડા ટીપાં પાણી નાખીને પેસ્ટ બનાવો અને તેને દુખતા દાંત પર લગાવો. ખાસ કરીને જ્યારે દાંત વધારે સેન્સિટિવ થઈ ગયા હોય ત્યારે આ ખૂબ ઉપયોગી છે.

જામફળ (Guava for Toothache) 

જામફળના તાજા પાન ખૂબ જ ગુણકારી હોય છે. જામફળના 1-2 તાજા પાનને ધોઈને ચાવવાથી અથવા તેના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.

હાઈડ્રોજન પેરોક્સાઇડ (Hydrogen Peroxide for Tooth Pain Treatment) 

હાઈડ્રોજન પેરોક્સાઇડ મોંના હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે. 3% હાઈડ્રોજન પેરોક્સાઇડમાં સમાન ભાગે પાણી ભેળવીને તેનાથી કોગળા કરો ;ધ્યાન રાખો તેને ગળવાનું નથી. આનાથી પેઢાનો સોજો અને ઇન્ફેક્શન ઓછું થશે.

દાંતના દુખાવા દરમિયાન તમારો આહાર (Your Diet for Toothache) 

શું ખાવું: નરમ ખોરાક લો જેમ કે ખીચડી, દાળ-ભાત, ઓટ્સ, સ્મૂધી, અને સૂપ. વિટામિન C યુક્ત ફળો ખાઓ જેથી પેઢા મજબૂત બને.

શું ન ખાવું: વધુ પડતી ગરમ, અત્યંત ઠંડી, અને ગળી વસ્તુઓ જેવી કે ચોકલેટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ ખાવાનું સદંતર ટાળો. કડક કે કરકરો ખોરાક ચાવવાનું ટાળો જેથી દાંત પર દબાણ ન આવે.

દાંતના દુખાવા દરમિયાન તમારી જીવનશૈલી (Your Lifestyle During Dental Pain) 

  • દિવસમાં બે વાર નરમ બ્રિસલ્સ (Soft Bristles) વાળા બ્રશથી હળવા હાથે બ્રશ કરવાની ટેવ પાડો.
  • કંઈ પણ જમ્યા પછી હંમેશા હૂંફાળા પાણીથી અથવા મીઠાવાળા પાણીથી કોગળા કરો.
  • જ્યારે દુખાવો થતો હોય ત્યારે ગાલ પર બહારની બાજુએ બરફનો શેક કરો. આનાથી સોજો અને દુખાવો બંનેમાં રાહત મળશે.
  • ફ્લોસિંગ (Flossing) દ્વારા દાંતની વચ્ચે ફસાયેલો ખોરાક નિયમિત રીતે કાઢો.

દાંતના દુખાવામાં ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો? (When to Contact Doctor in Tooth Pain?) 

જોકે મોટાભાગે ઘરગથ્થુ ઉપચારોથી રાહત મળી જાય છે, પરંતુ જો નીચેના લક્ષણો દેખાય તો તરત જ ડેન્ટિસ્ટ (Dentist) નો સંપર્ક કરવો જોઈએ:

  • દુખાવો સતત 2 દિવસથી વધુ સમય સુધી ચાલુ રહે.
  • દાંતના દુખાવાની સાથે સખત તાવ આવતો હોય.
  • ચહેરા પર, જડબામાં કે ગળાના ભાગે ભારે સોજો આવી ગયો હોય.
  • કંઈપણ ખાવામાં, ગળવામાં કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય.
  • દાંત અથવા પેઢામાંથી પરુ (Pus) નીકળતું હોય અથવા મોંમાંથી ખરાબ દુર્ગંધ આવતી હોય.