બીમારી અંગે સમયસર નિદાન અને યોગ્ય સારવાર જીવન રક્ષણમાં કેટલું યોગદાન ધરાવે છે;કેન્સર સામે જંગમાં સફળતા

યોગ્ય સમયે કોઈ જ પ્રકારની બેદરકારી દાખવ્યા વગર હિંમતભેર નિદાન કરવા અને મજબૂત થઈ સારવાર કરવી તે બહૂમૂલ્ય જીવનને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 28 Sep 2026 10:53 PM (IST)Updated: Mon, 28 Sep 2026 10:53 PM (IST)
how-much-do-timely-diagnosis-and-appropriate-treatment-contribute-to-saving-lives

Timely Diagnosis And Treatment:સમયસર નિદાન અને યોગ્ય સારવાર માનવ જીવનને બચાવવામાં ખાસ મહત્વ ધરાવે છે. યોગ્ય સમયે કોઈ જ પ્રકારની બેદરકારી દાખવ્યા વગર હિંમતભેર નિદાન કરવા અને મજબૂત થઈ સારવાર કરવી તે બહૂમૂલ્ય જીવનને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સમયસર નિદાન અને સારવાર

કેન્સરને ઉંમરનો કોઈ બાધ હોતો નથી તે વાત 37 વર્ષ નવીનભાઈ (નામ બદલેલ છે)ના કિસ્સામાં સાબિત થઈ છે. હાથમાં બાયોપ્સી રિપોર્ટ અને આંખોમાં આંસુ સાથે જ્યારે તેઓ પરિવાર સામે ઊભા રહ્યા ત્યારે પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માત્ર 3 વર્ષની માસુમ દીકરીનું શું થશે તે વિચારથી જ ઘરના સભ્યો પર જાણે આભ ફાટી પડ્યું હોય તેમ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરંતુ પિતા અને નાના ભાઈની હિંમત અને સહારે નવીનભાઈને લડવાની શક્તિ પૂરી પાડી.

નવીનભાઈ કેડી કેન્સર સેન્ટરખાતે ઓન્કોલોજિસ્ટ ડો. નિકેત શાહને મળ્યા હતા. તપાસ અને PET CT રિપોર્ટમાં સામે આવ્યું કે તેમને મોઢાનું કેન્સર છે અને સાથે લિમ્ફનોડ પણ સંકળાયેલી છે.ઉંમર નાની હોવાથી ડોક્ટરે સર્જરી પહેલાં 6 કીમોથેરાપી અને ઈમ્યુનોથેરાપી આપવાનો નિર્ણય કર્યો. 6 મહિનાની સારવાર બાદ ટ્યુમરનું કદ 22 mm થી ઘટીને લગભગ નહિવત થઈ ગયું.

નવું જીવન પ્રાપ્ત થવું

ટ્યુમરનું કદ ઘટ્યા બાદ ડોક્ટર દ્વારા સર્જરી કરી બચેલો ભાગ દૂર કરવામાં આવ્યો તથા રિકન્સ્ટ્રક્શન સર્જરી કરવામાં આવી. આજે સર્જરીના 6 મહિના બાદ નવીનભાઈ સંપૂર્ણ સ્વસ્થ છે,અગાઉની જેમ ખાઈ-પી શકે છે અને પોતાના રોજિંદા જીવનમાં પરોવાઈ ગયા છે. આ કિસ્સો ડોક્ટરની સમયસૂચકતા અને દર્દીના આત્મવિશ્વાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.