28 મે 2023નું રાશિફળ | Your Daily Horoscope Today May 28, 2023


By Pandya Akshatkumar27, May 2023 04:16 PMgujaratijagran.com

મેષ રાશિ

તમારે સખત મહેનત કરવી પડશે, કામથી ભાગશો નહીં, કાર્યસ્થળમાં હિંમત અને ઈમાનદારીથી કામ કરવાની જરૂર છે. જો વ્યાપારીઓની વાત કરીએ તો દિવસ સામાન્ય છે

વૃષભ રાશિ

તમારી રાશિ માટે દિવસ સારો છે, વિદ્યાર્થીઓને ધંધામાં સફળતા મળે, દામ્પત્ય સુખ સારું મળશે, પ્રેમીઓ માટે દિવસ ખૂબ જ સારો છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.

મિથુન રાશિ

ગઈકાલની જેમ આજનો દિવસ પણ તમારા માટે શ્રેષ્ઠ છે , જો તમે કોઈ પણ કામને સારી રીતે કરવા માંગતા હોય તો તમારે પહેલ કરવી પડશે. વિવાહિત જીવન સારું લાગે છે.

કર્ક રાશિ

આજનો દિવસ કામનો અતિરેક લઈને આવ્યો છે, તેથી આજે તમે દિવસભર વ્યસ્ત રહેશો. વેપારીઓએ લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે, કોઈની ગોસિપમાં ફસાશો નહીં, છેતરપિંડી થઈ શકે છે, સાવધાન રહેવું. વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો

સિંહ રાશિ

તમારી માતાના સ્વાસ્થ્યનું સારું ધ્યાન રાખો, વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે, તમને તમારી મહેનતનું ફળ મળશે. કોઈ મોટું જોખમ ન લેવું. તમારો સ્વભાવ સરળ રાખવો પડશે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ, કાર્ય કરતા પહેલા સારી રીતે વિચારવું જોઈએ. બોલતા પહેલા વાણીમાં સંયમ રાખવાથી તમે વિશ્વાસથી ભરપૂર રહેશો, પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસને કારણે ભૂલ થવાની સંભાવના છે.

તુલા રાશિ

આજનો દિવસ ખૂબ જ સારો છે , આજે દરેક કામ સમયસર પૂરા થતા જણાય છે. કરિયરમાં પ્રગતિ કરિયરમાં ઉન્નતિ માટે સમય ખૂબ જ સારો છે.

વૃશ્ચિક રાશિ

દિવસ ભાગ્યશાળી રહેશે, આજે તમે જે કામ કરવા માંગો છો તે કરો. તમે જે કામમાં હાથ લગાવો છો તે કામ પૂર્ણ થતું જણાય છે. પ્રગતિથી ભરેલો દિવસ છે.

ધનુ રાશિ

દિવસ ખૂબ જ સારો છે, મીટિંગમાં સફળતા મળવાની છે, આજે તમે તમારી અસર બીજાઓ પર છોડવાના છો. પૈસાની સમસ્યા દૂર થશે, પૈસા આવશે તો લાભ થશે, આજે તમને દરેક ક્ષેત્રમાંથી શુભ ફળ મળવાના છે.

મકર રાશિ

દિવસ દરેક રીતે સારો છે. માત્ર સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, ખાસ કરીને જો તમે બ્લડપ્રેશર અને શુગરના દર્દી હોવ. સમયનો સદુપયોગ કરો. આજે તમારા વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે.

કુંભ રાશિ

આજનો દિવસ ગઈકાલની જેમ ખૂબ જ સારો રહેવાનો છે, ધાન, માન, યશ, કીર્તિ, બધું જ પ્રાપ્ત થશે. તમારા દરેક કાર્યો અને વિચારોમાં એકાગ્રતા અને શાંતિ રહેશે.

મીન રાશિ

ગઈકાલ કરતાં આજનો દિવસ સારો છે, સકારાત્મક વિચારો રાખો, વાણી પર સંયમ રાખો, ધૈર્યથી કામ કરો. આજે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

ઘરમાં વાવ્યો છે તુલસીનો છોડ? આ 5 ભૂલો ક્યારેય ન કરવી