16 મે 2023નું રાશિફળ | Your Daily Horoscope Today May 16, 2023
By Pandya Akshatkumar2023-05-15, 16:28 ISTgujaratijagran.com
મેષ રાશિ
પરિવારના સભ્યો તરફથી પૂરતો સહયોગ નહીં મળે. કોર્ટ-કચેરીના મામલાઓમાં ફસાઈ શકો છો. બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. આજે તમારું કામ ધીમી ગતિએ થશે. શરીરમાં આળસ પ્રવર્તશે.
વૃષભ રાશિ
બિઝનેસ પાર્ટનર દ્વારા કેટલાક સારા સમાચાર મળી શકે છે. પરિવારના સભ્યો સાથે આપણી ખુશીઓ વહેંચશો. મિલકતના વેચાણના માર્ગમાં આવતી અડચણ દૂર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
મિથુન રાશિ
વેપારના વિસ્તરણ અંગે તમને ઉત્તમ પ્રસ્તાવ મળી શકે છે. સમયનો સાર્થક ઉપયોગ કરશો. રચનાત્મક કાર્યોમાં તમારી વિશેષ રૂચિ રહેશે. દવાઓનું સેવન ટાળો.
કર્ક રાશિ
સંતાનોના ભણતર પર ઘણું ધ્યાન આપશો. યોગ્ય વ્યૂહરચના સાથે કામ કરવાથી તમને લાભ મળશે. ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરશો. પ્રેમી સાથે નિકટતાનો આનંદ મળશે.
સિંહ રાશિ
વ્યક્તિએ પોતાના શબ્દોને લઈને જિદ્દી વલણ અપનાવવાનું ટાળવું જોઈએ. તમારા પાર્ટનર તમારી પાસેથી કોઈ ભેટની અપેક્ષા રાખી શકે છે. પૈસા સંબંધિત મામલાઓને લઈને તમે થોડા ચિંતિત રહી શકો છો.
કન્યા રાશિ
વિદેશમાં વેપાર કરતા લોકોને લાભ મળશે. પ્રબળ ઈચ્છાશક્તિ સાથે નવા કાર્યોની શરૂઆત કરી શકો છો. ઓફિસમાં વરિષ્ઠ તમને પ્રોત્સાહિત કરી શકે છે.
તુલા રાશિ
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને ખ્યાતિ મળશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો માટે દિવસ રાહતથી ભરેલો રહેશે. ઘરેલું ખર્ચમાં ઘટાડો થશે. ક્ષેત્રમાં ક્ષમતા અને કાર્યક્ષમતાનો પરિચય કરાવશે.
વૃશ્ચિક રાશિ
આજનો દિવસ તમારો મધ્યમ રહેવાનો છે. કામ વગર કોઈની સાથે વાત ન કરો. તમારો સંબંધી જ તમને નુકસાન પહોંચાડી શકે છે. કોઈ શુભ કાર્ય શરુ કરવા માટે આજનો દિવસ સારો નથી. બપોર પછીનો સમય શુભ રહેશે.
ધનુ રાશિ
કાર્યસ્થળમાં પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવશો. અપરિણિત લોકોને સારા લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. તમારું મનોબળ વધશે. મોટા ભાઈ-બહેનો સાથે સારો સમય પસાર થશે.
મકર રાશિ
આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. નવા લોકો સાથે મુલાકાત થશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. દરરોજના કામોમાંથી નવરાશ મેળવી બહાર ફરવા જવાનો પ્લાન કરી શકો છો.
કુંભ રાશિ
ટૂંકી બિઝનેસ ટ્રીપની શક્યતાઓ છે. વૈવાહિક જીવન ખૂબ જ રોમેન્ટિક રહેશે. વ્યવસાયિક સંબંધો ખૂબ મજબૂત હોઈ શકે છે. ક્ષેત્રમાં નવી પદ્ધતિઓ અપનાવી શકો છો.
મીન રાશિ
તમારી દિનચર્યા ખૂબ જ સંતુલિત રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે બેદરકાર રહી શકે છે. પૈતૃક વ્યવસાયમાં સારી સફળતા મળશે. સાંધામાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. ઘરનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ રહેશે.