સૂતા સમયે આ 4 વસ્તુનું રાખો ધ્યાન, મળશે શુભ પરિણામ
By Pandya Akshatkumar
2023-05-15, 15:49 IST
gujaratijagran.com
વાસ્તુ નિયમ
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે. જ્યારે વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ રહે છે તો વ્યક્તિનું મન હંમેશા સકારાત્મક રહે છે.
સમૃદ્ધ જીવન
શાસ્ત્રોમાં જીવનને સમૃદ્ધ બનાવવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવાથી જીવનમાં હંમેશા ખુશીઓ આવે છે.
કરો આ કામ
વાસ્તુમાં રાતે સૂતા પહેલા કેટલાક નિયમ બતાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવાથી દરેક વ્યક્તિને ફાયદો જરુર મળે છે.
સુંગધીદાર ફૂલ
જીવનમાં સકારાત્મકતા અને શાંતિ માટે સૂતા સમયે પોતાના પલંગ પાસે સુંગધીદાર ફૂલ રાખો. તેનાથી માનસિક તણાવમાં ઘટાડો થાય છે.
પવિત્ર ધાર્મિક પુસ્તકો
રાતે સારી ઉંઘ અને સારા વિચાર માટે સૂતા સમયે પોતાની બાજૂમાં પવિત્ર ધાર્મિક પુસ્તકો રાખવી જોઈએ. તેનાથી રાતે ખરાબ સપના ઓછા આવે છે.
લોખંડનો સામાન
રાતે સૂતા સમયે જો તમને ઉંઘમાં ડરામણા સપના આવે તો પલંગ પાસે લોખંડનો સામાન જરુર રાખવો. તેનાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે.
આંખની રોશની તેજ કરવા માટે આ ડ્રિંક્સ પીઓ
Explore More