તારીખ 15 મે 2023નું રાશિફળ - Your Daily Horoscope Today May15 2023


By Pandya Akshatkumar2023-05-14, 15:20 ISTgujaratijagran.com

મેષ રાશિ

આજે તમારી ધીરજની આકરી કસોટી થશે. બને તેટલા ઓછા લોકો સાથે વાતચીત કરો, કામ વગરનું બિલકુલ ન બોલો. ખોટા વાયદા કરવા નહીં, પૂરા નહીં થઈ શકે. વાણી પર સંયમ રાખવો.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. કાર્યક્ષેત્રે અચાનક લાભ મળી શકે છે. તમને ઘણા સ્ત્રોતોથી આર્થિક લાભ મળશે. પારિવારિક તણાવને ગંભીરતાથી લો, બિનજરૂરી ચિંતા માનસિક દબાણમાં વધારો કરશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેવાનો છે. તમારા બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધો થોડા સાચવીને રાખવા. જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર મળશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમે ઉત્સાહપૂર્વક કામ કરશો. તમારામાં નવી ઉર્જા રહેશે. આત્મવિશ્વાસ સારો રહેશે. નવુ કાર્ય શરુ કરવા માટે શુભ સમય. આકસ્મિક ધનલાભના યોગો પણ બનેલા છે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે. નવા કાર્યો શરુ કરવા માટેનો ઉત્તમ દિવસ. કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ છે. કોઈ લાભ તમને મળી શકે છે. પારિવારિક જીવનમાં ખુશીઓ બની રહેશે. કાયદા સંબંધિત બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.

તુલા રાશિ

આજે તમારું વર્તન લોકો પર ખૂબ જ ઊંડી અસર કરી શકે છે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. અચાનક તમને નવા સ્ત્રોતોથી પૈસા મળશે, જેના કારણે તમારો દિવસ આનંદદાયક રહેશે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ સામાન્ય રહેશે. ઓફિસના કામ પૂરા કરવામાં કેટલીક અડચણો આવી શકે છે, સહકર્મીની મદદથી સમસ્યાઓ દૂર થશે. આજે પરિવારમાં પાર્ટીનું આયોજન થઈ શકે છે.

ધનુ રાશિ

આજનો દિવસ તમે ધારો એવો ન પણ જાય. કોઈની સાથે વણજોઈતી માથાકૂટ થઈ શકે છે. કોઈ જવાબદારી આવવાથી ટેન્શનમાં વધારો થશે.

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેવાનો છે. કુંટુંબ તરફથી કોઈ વિવાદમાં પડી શકો છો. ધનલાભ થઈ શકે છે. રોકાણ સમજી વિચારીને કરવું.

કુંભ રાશિ

આજે ભાગ્ય તમારો ઘણો સાથ આપશે. આ રાશિના વેપારી માટે આજનો દિવસ વધુ લાભ આપનાર છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા જીવન સાથીનો અભિપ્રાય ચોક્કસ લો.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. વેપારી વર્ગ આજે પૈસા કમાઈ શકે છે. એન્જિનિયર્સ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે, તેમને કોઈ મોટી કંપનીમાંથી નોકરી માટે કોલ આવી શકે છે.

જૂનમાં બુધનું ગોચર બગાડશે સંતુલન, આ રાશિઓને રહેવું એલર્ટ